નવ્યા નવેલી નંદાનું નામ ફિલ્મ અભિનેતા જાવેદ ઝાફરીના પુત્ર મિઝાન જાફરી સાથે જોડવામાં આવી રહ્યું છે. મિઝાન નવ્યા સાથે પોતાની મિત્રતાને લઈને પણ સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. થોડા સમય પહેલા નવ્યા સાથે મિઝાનની તસવીરો પણ વાયરલ થઈ હતી.
જો કે જલ્દીજ સંજય લિલા ભંસાલીની ફિલ્મ મલાલમાં નજરમાં આવનાર એક્ટર મિઝાન આ ખબરોને માત્ર અફવા ગણાવી છે. નવ્યા નવેલી નંદાને માત્ર એક સારી દોસ્ત ગણાવી છે.
મિઝાન જાફરીએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે નવ્યા નવેલી નંદા સાથે માત્ર અમે સારા મિત્ર છે. નવ્યા મારી બહેનની બેસ્ટ ફ્રેન્ડ છે અને મારી પણ ફ્રેન્ડ છે. હું કોઈની સાથે રિલેશનશિપમાં નથી.