મુંબઈ: બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કથિત રૂપથી પોતાની પત્ની આલિયાને કાયદાકીય નોટિસ મોકલી છે. તેણે નવાઝને 7મેના છૂટાછેડાની નોટિસ મોકલી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ડૉટ કોમના સમાચાર અનુસાર, નવાઝ દ્વારા પત્નીને મોકલવામાં આવેલી નોટિસમાં તેના પર 'છેતરપિંડી કરવામાં સામેલ થવું', 'જાણી જોઈને અને આયોજીત રીતે બદનામી' કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અભિનેતાએ 19 મેના 15 દિવસની અંદર આલિયાની નોટિસનો જવાબ આપ્યો હતો.

આલિયાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કથિત રીતે કહ્યું હતું કે તે તેના બાળકોની સ્કૂલ ફી ચૂકવવા સક્ષમ નથી, કારણ કે નવાઝે માસિક ભથ્થું આપવાનું બંધ કરી દીધું છે. અભિનેતાના વકીલે આલિયાના દાવાઓને નકારી દીધા છે.

નવાઝના વકીલ અદનાન શેખે વેબસાઈટને કહ્યું, "મારા ક્લાયન્ટ દ્વારા હજી પણ ઇએમઆઈ આપવામાં આવી રહી છે. બાળકોને લગતા અન્ય ખર્ચનો પણ જવાબ આપવામાં આવી રહ્યો છે. છૂટાછેડાની નોટિસનો જવાબ પણ આપવામાં આવ્યો હતો. તેઓએ આ આરોપો દ્વારા નવાઝને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે."

આ સિવાય અભિનેતાએ તેની નોટિસમાં પત્નીને તેની સામે વાંધાજનક નિવેદનો આપવા જણાવ્યું છે અને જે હાલમાં તેણે કહ્યું છે તેના માટે લેખિત ખુલાસો કરવા જણાવ્યું છે.