✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવાઝુદ્દીન સાથે સેક્સ સંબંધ ધરાવતી કઈ અભિનેત્રીએ માંડ્યો બે કરોડનો દાવો ? નવાઝ સામે શું કર્યા આક્ષેપ ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  10 Nov 2017 12:09 PM (IST)
1

મુંબઇઃ થિયેટર અને ટીવી એક્ટ્રેસ સુનીતા રાજવારે બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકીને નોટિસ મોકલી છે. સુનીતાએ નવાઝની બુક 'An Ordinary Life'માં પોતાનું નામ સામેલ કરવાને લઇને નોટિસ મોકલી છે. નોટિસમાં સુનીતાએ નવાઝને 24 કલાકની અંદર માફી માંગવાની સાથે સાથે 2 કરોડ રૂપિયાનું વળતર આપવાની પણ વાત કરી છે.

2

3

ઉલ્લેખનીય છે કે નવાઝે પોતાના પુસ્તકમાં સુનીતા માટે લખ્યું છે કે તે મારી પ્રથમ ગર્લફ્રેન્ડ હતી. હું સફળ નહોતો જેથી તેણે મને છોડી દીધો હતો. ત્યારબાદ મને આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. નવાઝે સુનીતા સિવાય એક્ટ્રેસ નિહારિકા સિંહ સાથે પોતાના સંબંધોનો પણ ખુલાસો કર્યો હતો.

4

સુનીતાએ કહ્યું કે, નવાઝનું કહેવું છે કે તે ગરીબ અને સ્ટ્રગલર હતો જેથી મે તેને છોડી દીધો. તો નવાઝ હું છું હતી. તારા કરતા તો હું ગરીબ હતી. તું પોતાના ઘરમાં તો રહેતો હતો જ્યારે હું મારા ફ્રેન્ડના ઘરમાં રહીને સ્ટ્રગલ કરી રહી હતી. તું આપણી વચ્ચેના સંબંધો ફ્રેન્ડ્સ સાથે શેર કરતો હતો જેથી મેં તને છોડી દીધો હતો.

5

સુનીતાનો આરોપ છે કે નવાઝે બુકમાં તેની ખોટી છબિ રજૂ કરી છે અને તેના અંગે ખોટુ લખ્યું છે. મને બુકમાં વિલન તરીકે ચિતરવામાં આવી છે. મારા ઘરના અને સસરા પક્ષના લોકોને આ અફેરની જાણ નહોતી. આ ખુલાસા બાદ તેની અંગત લાઇફ વેરવિખેર થઇ ગઇ છે. સુનીતાએ નવાઝની સાથે પત્રકાર રિતુપર્ણા ચેટર્જી અને પલ્બિશરને પણ નોટિસ મોકલી છે.

6

બુકમાં પ્રથમ પ્રેમનો ખુલાસો કરતા નવાઝે સુનીતા રાજવારનું નામ લખ્યું છે. તેમાં દાવો કર્યો હતો કે બેરોજગારીને કારણે તેમનું બ્રેકઅપ થઇ ગયું હતું. સુનીતાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, નવાઝ ઘણુ ખોટુ બોલ્યો છે. નવાઝને છોડવાનું સાચુ કારણ એ નહોતું, નવાઝ મારી પર્સનલ, ઇન્ટિમેટ વાતો પોતાના મિત્રોને જણાવતો હતો અને હસતા હતા જેથી મે તેને છોડી દીધો હતો.

  • હોમ
  • મનોરંજન
  • નવાઝુદ્દીન સાથે સેક્સ સંબંધ ધરાવતી કઈ અભિનેત્રીએ માંડ્યો બે કરોડનો દાવો ? નવાઝ સામે શું કર્યા આક્ષેપ ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.