સુરતના કયા વિસ્તારોમાં પાટીદારોએ કર્યો ભાજપનો વિરોધ, પછી શું થયું, જાણો વિગતે
જોકે પાટીદાર યુવાનોએ તરત જ કહ્યું હતું કે, ખેસવાળા કોઈ અમારા પાટીદાર નથી. તમે અમારા વિરોધી નથી, એ વાત અમારા 14 દીકરાઓને મારી નાખ્યા ત્યારે યાદ ન આવી? અમારે કઈ તમારી સાથે વાત નથી કરવી. આવી રકઝક સાથે ભાજપનો ઠેર ઠેર વિરોધ કરીને ભગાડવામાં આવ્યા હતાં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજ રીતે લંબે હનુમાન રોડ પર આવેલા વિરાટનગર અન ગોપાલનગર ખાતે પ્રચાર માટે ગયેલા, ભાજપના પૂર્વ કોર્પોરેટરો બાબુ જીરવાળા, અરવિંદ ગોયાણી સહિતનાઓને પણ સોસાયટીના ગેટમાંથી પરત ફરી જવું પડ્યું હતું. તમામ સ્થળે ભાજપના સભ્યોએ એક જ વાત કહી હતી કે અમે પણ પાટીદારો છીએ, અમે તમારા વિરોધી નથી, આપણે સાથે જ રહેવાનું છે.
અકળાયેલી મહિલા કાર્યકરોએ પોતાની પાસેના મોદીના, રૂપાણીના ફોટાવાળા પેમ્પલેટો વિરોધીઓ પર ફેંક્યા હતાં. જેને પગલે મોદીના પેમ્પલેટ રસ્તે રખતાં થઈ ગયા હતાં. પેમ્પલેટ ફેંકાતા અકળાયેલા વિરોધીઓએ કાર્યકરો પર ઈંડાઓનો મારો ચલાવી દીધો હતો અને ભાજપના કાર્યકરોને સોસાયટી છોડી જવાની ફરજ પડી હતી.
ગત રોજ કરંજ અને મોટા વરાછામાં મેયર તથા ધારાસભ્યો મુકેશ પટેલ સાથે આવી ઘટના બન્યા બાદ સરથાણા અને લંબે હનુમાન રોડ સહિતના વિસ્તારોમાં આવા ઘર્ષણ થવા પામ્યા હતાં. વરાછામાં સરથાણા નજીક શ્યામધામ ચોક પાસે આવેલ તુલસીદર્શન સોસાયટીમાં ભાજપની મહિલા કાર્યકરો અને અન્યોને પાછા વળી જવાનું કહેવા છતાં તેઓ ન ગયા ત્યારે સુત્રોચ્ચારો કરવામાં આવ્યા હતાં.
સુરત: સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં પાટીદારોનો અનામત અને દમન મામલે સરકાર સામેનો રોષ હજી શાંત થયો જણાતો નથી. પ્રથમ નજરે શાંત જણાતા પાટીદારો હજી કસરી ખેસ પહેરીને આવનારાની સામા થઈ જાય છે. વિધાનસભા ચૂંટણી સંદર્ભે વરાછામાં ત્રણેય સ્થળે ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળેલા ભાજપના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો અને કાર્યકરોને વિવિધ સોસાયટીમાંથી જાકારો આપવામાં આવ્યો હતો.
તેઓની સામે ‘સરકાર તારો વાંક છે, પાટીદાર તારો બાપ છે અને સરદાર વડે થૈ ગોરો સે, હમ લડેંગે ચોરો સે’, જેવા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. હાય રે હાય ભાજપ અને જય સરદાર, જય પાટીદારના નારા સાથે લોકોએ સીધું જ એમ પણ કહી દીધું હતું કે, અમારે અહીં કોઈ બખેડો કરવો નથી, તમે અમારા ગેટની બહાર જતા રહો. ભાજપના સભ્યોની સમજાવટની કોશિશ પણ વ્યર્થ જવા પામી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -