નીના ગુપ્તાની આ તસવીર લંડનના એક બારની છે. તસવીરની સૌથી ખાસ વાત એ છે કે નીના કોઈ ગ્લેમરસ ડ્રેસઅપ નહીં પરંતુ સાડીમાં જોવા મળી. નીનાએ ઓરેન્જ-પિંક કલરની સાડી પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે.
નીના ગુપ્તાની ફીમેલ ફેન્સ તેની સાડીના વખાણ કરી રહી છે, તો મેલ ફેન્સ તેની આ સ્ટાઈલને હોટ કહી રહ્યા છે. નીના ગુપ્તા પોતાના કોઈ પ્રોફેશનલ કામને લઈને હાલ લંડનમાં છે. થોડા દિવસ પહેલા એક્ટ્રેસને નેક લાઈન, થાઈહાઈ સ્લિટ ડ્રેસને લઈને સવાલ કરવામાં આવ્યો હતો તો તેણે કહ્યું કે મને યંગ રોલ કરવા તો ન મળ્યા. પરંતુ હું ખુશ છું કે ભગવાને મને સારૂં શરીર આપ્યું છે. ફેશનને લઈને હું હંમેશા કોન્શિયસ રહું છું. મારી હોટ તસવીરોને કોમેન્ટ પણ સારી મળે છે.
તમને જણાવીએકે, નીનાએ વિતેલા વર્ષે ફિલ્મ ‘બધાઈ હો’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં નીનાએ આયુષ્માન ખુરાનાની માતાની ભૂમિકા ભજવી હતી, જે એવી ઉંમરે માતા બને જ્યારે તેની ઉંમર ઘરમાં પુત્રવધુ લાવવાની હોય છે. આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ મોડા પડદે હિટ રહેવાની સાથે સાથે નીના ગુપ્તાની ભૂમિકાની પણ ખૂબ ચર્ચા થઈ હતી.