માલદિવમાં અંગદ બેદી સાથે હનીમૂન એન્જોય કરી રહી છે એક્ટ્રેસ નેહા ધૂપિયા, જુઓ રોમેન્ટીક તસવીરો
નેહાએ તમામ તસવીરો પોતાના ઈનસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરોમાં નેહા અને અંગદ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે.
નેહા ધૂપિયા છેલ્લે ફિલ્મ તુમ્હારી સુલુમાં જોવા મળી હતી.
નેહા ધૂપિયા વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીજમાં પણ જોવા મળી હતી. નેહા ધૂપિયા બોલીવૂડમાં જૂલી અને દે ધના ધન જેવી ફિલ્મોમા અભિનય કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે મે મહિનામાં નેહા ધૂપિયા અને અંગદ બેદીએ લગ્ન કર્યા હતા.
નેહા અને અંગદની આ તસવીરો માલદીવની છે. લગ્ન બાદ કામના કારણે બંને વ્યસ્ત હતા એવામા હવે આ કપલ માલદીવમાં રજાઓ એન્જોય કરી રહ્યા છે.
મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયા લગ્નના 3 મહિના બાદ પતિ અંગદ બેદી સાથે હનીમૂન પર ગઈ છે. એવામાં સોશયલ મીડિયા પર તસવીરોના માધ્યમથી પોતાની લાઈફની ખૂબસુરત અપડેટ આપી રહી છે.
સોનમ કપૂરના લગ્નમા થોડા સમય બાદ ખબર સામે આવી કે નેહા ધૂપિયા અને અંગદ બેદીએ લગ્ન કરી લીધા છે.