બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસે કહ્યું- હું મારી લાઇફમાં ખુશ છું, 17 વર્ષની કેરિયરમાં હું ઘણુંબધુ શીખી
મુંબઇઃ આજથી લગભગ 17 વર્ષ પહેલા નેહા ધૂપિયા જ્યારે દિલ્હી છોડીને સપનાઓની નગરી મુંબઇ આવી હતી ત્યારે તેના પિતાનને લાગતું હતું કે તે બહુજલ્દી જ પાછી આવી જશે. નેહા જોકે પોતાની લાંબી કેરિયર માટે તે પોતાને ભાગ્યશાળી માને છે પણ હજુ તે ઘણુબધુ કરવા માગે છે.
નેહાએ 1994માં મલયાલમ ફિલ્મ 'મિન્નરમ'થી પડદા પર ચમકેલી, ત્યારબાદ વર્ષ 2002માં તેને ફેમિના મિસ ઇન્ડિયાનો તાજ જીત્યો અને તેના એકવર્ષ બાદ તેને ફિલ્મ કયામત: સિટી અંડર થ્રેટ' થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.
આજકાલ નેહા પોતાના ટૉક શૉને લઇને ચર્ચામાં છવાયેલી છે.
કઇ વાત પર અફસોસના સવાલ પર નેહાએ કહ્યું, માત્ર કામ માટે ખોટા વિકલ્પોને શોધવાનો અફસોસ છે, આ સિવાય બીજુ કંઇજ નહીં. નેહા આજકાલ એમટીવી પર પ્રસારિત થઇ રહેલો એક્શન રિયાલિટી શૉ 'રૉડીઝ એક્સ્ટ્રીમ'માં એક ગેન્ગની લીડરના રૂપે દેખાઇ રહી છે.
નેહા 'હિન્દી મીડિયમ' અને 'તુમ્હારી સુલૂ' ઉપરાંત 'જુલી', 'એક ચાલીસ કી લાસ્ટ લૉકલ', 'મિથ્યા', 'સિંગ ઇઝ કિંગ' અને 'દસવિદાનિયા' જેવી અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
હું હંમેશા અને વધુ કરવા માંગુ છું. આનંદ બૉક્સ ઓફિસ, તમારી કમાણી કે ઇમેજથી પરિભાષિત નથી હોતી કેમકે તમે દિનપ્રતિદિન બેસ્ટ કરવા માટે સંઘર્ષરત રહો છો.
તેને કહ્યું, મે મારી જીવનમાં જે પણ નિર્ણયો લીધા છે તેને લઇને હું ખુબ ખુશ છું. હું ખુશ છું કે મારો ઓપ્શન અવેલેબલ છે અને મે એક એવા શહેરમાં જિંદગી બનાવી લીધી જ્યાં હું પહેલા ક્યારેય ન હોતી આવી.
નેહાએ કહ્યું કે તેની પાસે હજુ પણ તે ટિકીટ અવેલેબ છે, તેણીએ કહ્યું કે, હું છેલ્લા 17 વર્ષોથી અહીં મુંબઇમાં છું. એક્ટ્રેસે કહ્યું કે એક વ્યક્તિ તરીકે આજે તેના પર બહુ વધુ વિશ્વાસ છે.