સિંગર નેહા કક્કડે પૉસ્ટ કર્યો બૉયફ્રેન્ડ સાથેનો મસ્તીભર્યો વીડિયો, 10 રૂ.માં માગી આ વસ્તું

2008માં નેહા કક્કડે પોતાની પહેલું આલ્બમ ‘નેહા- ધ રૉક સ્ટાર’ લૉન્ચ કર્યું હતું. પણ હની સિંહની સાથે જેની જોડી જબરદસ્ત ફીટ થઇ અને તેની જુગલબંદીએ અનેક સુપરહિટ ગીતો પણ આપ્યા. તેને સની સની, મનાલી ટ્રાન્સ અને આઓ રાજા જેવા ગીતો પણ ગાયા છે.
નેહા કક્કડ અને હિમાંશ કોહલીની મિત્રતાની આજકાલ ખુબ ચર્ચા છે અને તેને લઇને અનેક પ્રકારની વાતો ઉડી રહી છે. આ વીડિયોમાં પણ હિમાંશ તેની સાથે જોવા મળી રહ્યો છે, ભરપુર મસ્તી કરી રહ્યો છે. હિમાંશ કોહલીએ ટેલિવિઝન સીરિયલ ‘હમસે હૈ લાઇફ’થી કેરિયરની શરૂઆત કરી હતી અને ‘યારિયાં’ તેની પહેલી ફિલ્મ હતી.
નેહા કક્કડે પોતાની શરૂઆત સિગિંગ રિયાલિટી શૉ ‘ઇન્ડિયન આઇડલ 2’માં પાર્ટીસિપેન્ટ તરીકે કરી હતી, ત્યારબાદ તે ‘સા રે ગા મા પા લિટલ ચેમ્પ્સ’માં જજ પણ બની.
નેહા કક્કડે પોસ્ટ કરેલા આ વીડિયોમાં તે પોતાના મિત્ર હિમાંશ કોહલીની સાથે દેખાઇ રહી છે. તેનો અવાજ અને અંદાજ ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આમ પણ નેહા પોતાના સિગિંગ માટે ઓળખાય છે અને તેનો આ નવો અંદાજ લોકોને ખુબજ ગમી રહ્યો છે.
નવી દિલ્હીઃ સિંગર નેહા કક્કડ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, નેહા કક્કડે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક મસ્તીભર્યો વીડિયો પૉસ્ટ કર્યો છે, તે જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં નેહા કક્કડ 10 રૂપિયામાં કંઇક વસ્તુ માંગી રહી છે, અને તે પણ એટલા મસ્તીભર્યા અંદાજમાં કે તમે હસીહસીને લોથપોથ થઇ જશો.