નેહા કક્કરે એકવાર ફરી ફ્લોન્ટ કર્યો બેબી બંપ, પતિ રોહનપ્રિત સાથે પાણીપુરી ખાતા નજર આવી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Dec 2020 09:49 PM (IST)
નેહા કક્કડને આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહા રોહિનપ્રીત સાથે પાણીપુરી ખાતી નજર આવી રહી છે.
બોલિવૂડ અને પંજાબી સિંગર નેહા કક્કડ પોતાના નવા મ્યુઝિક વીડિયો 'ખ્યાલ રખ્યા કર'ને લઈને ચર્ચામાં છે. સોન્ગ ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે નેહાએ પોતાના પતિ રોહનપ્રિત સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. આ પહેલા બેબી બંપ સાથે નેહાએ એકે તસ્વીર શેર કરી હતી. નેહા કક્કડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નેહા રોહિનપ્રીત સાથે પાણીપુરી ખાતા નજર આવી રહી છે. વીડિયોમાં નેહા કહી રહી છે કે, બેબી કિક મારી મારી રહ્યું છે. તેના બાદ બધા જોર જોરથી હસતા નજર આવી રહ્યા છે. " data-captioned data-default-framing width="400" height="400" layout="responsive"> વીડિયોને શેર કરતા નેહાએ કેપ્શનમાં લખ્યું કે, “ખ્યાલ રખ્યા કર સોન્ગને મળી રહેલા પ્રેમ માટે આભાર. આપણે પહેલા નંબરે ટ્રેન્ડ કરી રહ્યાં છે. ” વીડિયોને રોહનપ્રીતે પણ શેર કર્યો છે. આ વીડિયોને 6 કલાકમાં 5,708,857થી વધુ લાઈક્સ મળી ચુકી હતી. સોન્ગ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. દર્શકો અને ફેન્સ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.