નેહા કક્કરે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, આગળના દિવસની રાત્રે બેક સ્ટેજ પર... Valentines Day સરપ્રાઈઝ. હું ખૂબ જ લકી છું કે દીપાંશુ નારંગ જેવા મળ્યા. લવ માટે નેહાર્ટ્સ, અહીં નેહાર્ટનો મતલબ નેહાને ચાહનારા એવો થાય છે. નેહા દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વીડિયોને એક કલાકમાં લગભગ 6 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.
થોડા સમય પહેલા જ નેહા કક્કર અને હિમાંશનું બ્રેકઅપ થયું હતું. બંને એ આલબોમ વીડીયો 'હમસફર' માં સાથે કામ કર્યું હતું. તેના પછીથી જ બંને વચ્ચે નજીકતા વધવા લાગી હતી. પછી ઇન્ડિયન આઇડલના સેટ પર હિમાંશુએએ નેહાને પ્રપોઝ પણ કર્યું હતું.