ફ્રાન્સના વિદેશ મંત્રીના નિવેદનમાં કહ્યું કે, “ભારત પર થયેલા હુમલાની અમે આકરા શબ્દોમાં નિંદા કરીએ છે. શહીદ સૈનિકોના પરિવારો પ્રતિ અમારી સહાનુભૂતિ છે. અમે આ મુશ્કિલ સમયે ભારતના લોકો અને સરકાર સાથે છે. આતંકવાદ વિરુદ્ધ આ લડાઈમાં અમે ભારત સાથે હંમેશા સાથે છે.”
રશિયાએ પણ આ હુમલાની નિંદા કરી. રશિયા દૂતાવાસ દ્વારા જારી કરેલા નિવેદનમાં કહ્યું કે, “અમે કાશ્મીરના પુલવામા જિલ્લામાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની આકરી નિંદા કરીએ છે, જેના કારણે 40 થી વધુ CRPFના જવાનોએ બહુમૂલ્ય જીવન ગુમાવવું પડ્યું અને અનેક લોકો ઘાયલ થયા.” રશિયાએ પણ આ મુશ્કેલ સમયમાં ભારત સાથે હોવાની વાત કરી.
માલદીવ ગણરાજ્યના વિદેશ મંત્રીએ કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં શહીદ જવાનોના પરિવારો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે. અમે ભારત સાથે મળીને આતંકવાદ વિરુદ્ધ લડાઈ ચાલુ રાખીશું. ”
ભૂટાનના વિદેશમંત્રીએ કહ્યું, “કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા વિશે જાણીને દુખ થયું, આ હુમલાના કારણે જવાનોએ બહૂમૂલ્ય જીવન ગુમાવ્યું, અમે આ હુમલાની નિંદા કરીએ છે અને પીડિતો અને ભારતના લાકો અને સરકાર સાથે પોતાની એકજૂટતા વ્યક્ત કરીએ છે.”
શ્રીલંકાના પ્રધાનમંત્રીએ પણ આ હુમલાની નિંદા કરતા કહ્યું કે, “હું કાશ્મીરના પુલવામામાં જિલ્લામાં ક્રૂર આતંકવાદી હુમલાની આકરી નિંદા કરું છું. 1989 બાદ જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીની આ સૌથી મોટો ભયાનક આતંકી હુમલો છે. હું શહીદ જવાનોના પરિવારો પ્રતિ પોતાની સંવેદના વ્યક્ત કરું છું, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો. ”