મુંબઇઃ ટીવીની હૉટ એક્ટ્રેસ નેહા પોન્ડસેએ ફરી એકવાર ઇન્ટરનેટ પર પોતાના બૉલ્ડ ફોટો મારફતે ધમાલ મચાવી દીધી છે. નેહાએ સ્વિમસૂટની કેટલીક હૉટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે જે ફેન્સને ખુબ પસંદ આવી રહી છે. નેહા પોન્ડસે દેશનો સૌથી વિવાદિત ટીવી શૉ બિગ બૉસ 12માં પણ ભાગ લઇ ચૂકી છે.



ઉપરાંત નેહાએ 'મે આઇ કમ ઇન મેડમ'થી 'બૉસ'નું પાત્ર નિભાવ્યુ છે. નેહા અવારનવાર પોતાની હૉટ તસવીરો વાયરલ કરતી રહે છે. હવે તેને એક બૉલ્ડ સ્વિમસૂટમાં તસવીરો શેર કરી છે.

નેહાએ થોડાક દિવસો પહેલા પોતાનુ વજન ઘટાડવાની તસવીરો પણ શેર કરી હતી.



નેહાના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેને મરાઠી, તામિલ, તેલુગુ અને હિન્દી સિનેમામાં કામ કર્યુ છે. નેહાનો જન્મ 29 નવેમ્બર, 1984માં મહારાષ્ટ્રના મુંબઇમાં થયો હતો.