મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી કરીના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન સૌથી પોપ્યુલર સ્ટારકીડ્સ છે. જન્મદિવસ બાદથી જ તૈમૂર સતત ખબરોમાં રહે છે. પહેલા તેઓ તેના નામના કારણે ચર્ચામાં હતો અને ત્યાર બાદ તેની ક્યૂટનેસના કારણે ચર્ચામાં રહ્યો. તેની એક ઝલકને જોવા માટે ફેન્સ ઘણા ઉત્સાહિત રહે છે. તૈમૂરની ફેન ફોલોવિંગ જોતા તમામ મીડિયા ફોટોગ્રાફર્સ પણ તેના ઘરની બહાર દરેક સમય હાજર રહે છે.



તૈમૂર જ્યારે પણ ઘરની બહાર નીકળે છે તો ફોટોગ્રાફર્સ કેમેરા ચાલુ કરી દે છે. જ્યારે કેમેરાને જોઈ તૈમૂર પણ એક્શનમાં આવી જાય છે અને ‘હાય’ કરે છે. પરંતુ હવે તૈમૂરની લોકપ્રિયતાના કારણે તેના પડોશી પરેશાન થયા છે. તૈમૂર અલી ખાનની પોપ્યુલરિટી તેના નજીકના લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. રિપોર્ટ મુજબ હવે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો છે.



સૂત્રોના જણાવ્યા પ્રમાણે તૈમૂરના પડોશીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે કે તેમના ઘરની બહાર મીડિયાવાળા દરેક સમય બેઠા રહે છે. જેના કરાણે તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મીડિયા રિપોર્ટની માનીએ તો પોલીસે ફરિયાદ નોંધીને કાર્યવાહી કરતા મીડિયા અને ફોટોગ્રાફર્સને સૈફ અને કરીનાના ઘરની બહારથી હટાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સૈફ અને કરીનાએ પણ ફોટોગ્રાફર્સ સામે નારાજગી વ્યક્ત કરી હતી.