નીલ નીતિન મુકેશે રુક્મિણી સહાય સાથે મુંબઈની એક હોટલમાં કરી સંગાઈ, જુઓ તસવીરો
સૂત્રોના જણાવ્યા અનુસાર, નીલ અને રુક્મિણી છેલ્લા એક મહીનાથી એક-બીજાને મળી રહ્યા હતા. નીલે ‘જૉની ગદ્દાર’, ન્યૂયૉર્ક, ‘7 ખૂન માફ’ અને વજીર જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
સંગાઈ સમારોહમાં નીલે (34) કાળા રંગની શેરવાણી પહેરી હતી. જ્યારે રુક્મિણીએ ગુલાબી અને બ્લુ રંગનો સારો લેઘો પહેર્યો હતો. તેના માથામાં ગજરો પણ લાગેલો હતો. જે તેની સુંદરતામાં ચાર ચાંદ વધારતો હતો.
નીતિન મુકેશે કહ્યું, “નીલના વિચાર સામાન્ય રીતે પરંપરાગત છે અને લગ્ન જેવી પવિત્ર સંસ્થા પણ તેનામાં સમાયેલી છે. તેને જીવનસાથીની પસંદગીનો નિર્ણય પોતાના માતા-પિતાને સોંપ્યો હતો. મને લાગે છે કે રુક્મિણીથી સારી જીવનસાથી તેના માટે બીજી કોઈ હોઈ શકે જ નહીં. નિતિશ મુકેશે કહ્યું કે જે સંસ્કારો અને મૂલ્યો સાથે નીલને ઉછેર્યો છે, તેવીજ તેની પત્ની રુક્મિણી છે.
નીલના પિતા નિતિન મુકેશે પોતાની થનાર વહુની પ્રશંસા કરતા કહ્યું કે, તેને પોતાની સાદગી અને સંસ્કારોથી પહેલાથી જ પરિવારના સભ્યોનું દિલ જીતી લીધું છે. હું ખુશ છું કે નીલ હવે વિવાહના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.
આ સંબંધ પરિવારના લોકોએ નક્કી કર્યો છે. બન્નેના લગ્ન આગામી વર્ષના શરૂઆતમાં થાય તેવી સંભાવના છે. રુક્મિણી વિમાન ઉદ્યોગ (એવિએશન ઈંડરસ્ટ્રી) સાથે જોડાયેલી છે. બન્નેના પરિવાર એક-બીજાને સારી રીતે જાણે છે.
જાણીતા ગાયક મુકેશના પૌત્ર અને બોલીવુડ અભિનેતા નીલ નિતિન મુકેશે મુંબઈની રુક્મિણી સહાય સાથે સંગાઈ કરી લીધી છે. સંગાઈ મંગળવારે મુંબઈની જાણીતી જૂહૂની એક હોટલમાં થઈ હતી. જેમાં તેમના પરિવારના ખાસ સભ્યો અને મિત્રો હાજર રહ્યા હતા.