રેનોએ પોતાની SUV લુકવાળી આ પોપ્યુલર કારને કરી રિકોલ, જાણો શું છે ખરાબી
વિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલ ક્વિડ રેનો માટે સફળ સાબિત થઈ છે. શરૂઆતમાં આ 800 સીસી એન્જિનની સાથે આવી હતી જેની કિંમત 2.64-3.73 લાખ રૂપિયા હતી. ચાલુ વર્ષે ઓગસ્ટમાં રેનોએ ક્વિડનું 1000 સીસીનું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે જેની કિંમત 3.95 લાખ રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોએ જણાવ્યં કે, રિકોલ કરવામાં આવેલ 10 ટકા કારમાં ફ્યુઅલ સિસ્ટમ્સમાં ખરાબી હોઈ શકે છે. એટલે કે 5000 ક્વિડ કારમાં આ પ્રકારની ખામી હોઈ શકે છે. ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બર ગાળામાં કંપનીએ 56,028 ક્વિટ કાર વેચી છે.
કંપનીએ જણાવ્યું છે કે, તે ગ્રાહકોનો સંપર્ક કરી રહી છે. તેમને નજીકના ડીલરને ત્યાં જવા માટે કહેવામાં આવી રહ્યું છે જેથી તેમની કારની તપાસ થઈ શકે.
નવી દિલ્હીઃ ફ્રાન્સની કાર નિર્માતા કંપની રેનોએ અંદાજે 50 હજાર ક્વિડ કાર રિકોલ કરી છે. આ કારમાં ફ્યુઅલ સિસ્ટમ્સમાં સુધારાની સાતે સાથે એક હોજ ક્લિપ લગાવવામાં આવશે. ક્વિડ ભારતીય બજારમાં રેનોની એન્ટ્રી લેવલની નાની કાર છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, રેનો ઇન્ડિયા 18 મે 2016થી ઓક્ટોબર 2015ની વચ્ચે બનેલ 0.8 એલ વેરિઅન્ટ (800 સીસી)ની ક્વિડ કારને રિકોલ કરી રહી છે. આ કારને રિકોલ કરીને કંપની તેનું નિરીક્ષણ કરશે. નિવેદન અનુસાર આ કારમાં એક ફ્યૂઅલ હોજ ક્લિપ લગાવવામાં આવશે. સાથે જ ફ્યુઅલ સિસ્ટમ્સની તપાસ કરવામાં આવશે જેથી ફ્યુઅલ આપૂર્તિમાં જો કોઈ પણ મુશ્કેલી હોયતો તેનું સમાધાન કરી શકાય. કંપનીએ કહ્યું કે, રિકોલ કરવામાં આવેલ કારની તપાસ ફ્રીમાં કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -