મુંબઈ: બ્લોકબસ્ટર ફિલ્મ ‘બાહુબલી’ દર્શકોએ ના માત્ર પંસદ કરી પરંતુ આ ફિલ્મ પોતાની સફળતાને લઈ સિનેમાના ઈતિહાસના પાના પર નોંધાઈ ચુકી છે. એસએસ રાજમૌલીની બ્લોકબસ્ટર ફિલ્મ બાહુબલીને દર્શકોએ એટલી બધી પસંદ કરી છે કે નેટફ્લિક્સે બાહુબલીની પ્રીક્વલ બનાવવાની જાહેરાત કરી દીધી હતી. તેને વેબ સીરિઝ તરીકે બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. સીરિઝ માટે મૃણાલ ઠાકુર, રાહુલ બોસ જેવા સ્ટાર મહત્વના રોલમાં કાસ્ટ કરવામાં આવ્યા હતા. તે સિવાય નિર્દેશનની જવાબદારી દેવ કટ્ટા અને પ્રવીણ સતારુને સોંપવામાં આવી હતી.

પૂરો પ્રોજેક્ટ થશે રીશૂટ

બાહુબલી-બિફોર ધ બિગનિંગના નામથી બની રહેલી પ્રીક્વલને લઈને એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. આ વેબ સીરિઝનું શૂટિંગ જોર-શોરથી શરુ કરવામાં આવ્યું હતું અને નક્કી કરેલા સમયમાં પ્રોજેક્ટને પૂરો પણ કરવામાં આવ્યો હતો. પરંતુ સૂત્રો અનુસાર હવે આ સમગ્ર પ્રોજેક્ટ રીશૂટ કરવામાં આવશે. મેકર્સને સીરિઝના આઉટકમથી સંતોષ નથી. હવે આ સીરિઝને ના માત્ર નવી ટીમ સાથે શૂટ કરવાની તૈયારી છે પરંતુ કોન્સેપ્ટમાં પણ ફેરફારની સંભાવના છે.

રિપોર્ટ્સ અનુસાર, નેટફ્લિક્સ હવે નવા ક્રિએટિવ ડાયરેક્શનની સંભાવના સોધી રહ્યું છે. વાસ્તવામાં બાહુબલી ફિલ્મ સીરિઝ જે ભવ્યતા અને અપ્રોચ માટે ઓળખાય છે તે તેના શૂટ કરવામાં આવેલા પ્રીક્વલ સાથે મેચ નથી કરતું. એવામાં મેકર્સ જલ્દીજ સમગ્ર સીરિઝને નવા કોન્સેપ્ટ અને અપ્રોચ સાથે તૈયાર કરવાનું પ્લાન બનાવી રહ્યા છે. એવામાં જલ્દીજ નવી ટીમની જાહેરાત થઈ શકે છે અને તેનું રીશૂટ કરવાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના છે.