તરુણ આદર્શે ટ્વીટ કરીને લખ્યું છે કે, પ્રૉડ્યૂસર્સ દ્વારા રજૂ કરાયેલા એક નિવેદન અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી બાયૉપિક માટે નવી રિલીઝ ડેટ... હવે લોકસભા ચૂંટણી પરિણામ બાદ 24 મે એ રિલીઝ થશે ફિલ્મ. ફિલ્મ ઓમાંગ કુમાર ડાયરેક્ટ કરી ચૂક્યા છે. વિવેક ઓબેરૉય ફિલ્મમાં પીએમ નરેન્દ્ર મોદીની ભૂમિકામાં છે.
નોંધનીય છે કે, વિવેક ઓબેરૉય સ્ટારર મૂવી પીએમ નરેન્દ્ર મોદી પહેલા 11 એપ્રિલે રિલીઝ થઇ રહી હતી. લોકસભા ચૂંટણીના કારણે ફિલ્મની રિલીઝ ડેટને પાછળ ધકેલવામાં આવી હતી. ફિલ્મને લઇને જબરદસ્ત વિરોધ થયો હતો, અને છેવટે મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો હતો.