એડીજીને આપેલી ફરિયાદમાં હસીન જહાંએ આરોપ લગાવ્યો કે, ‘28 એપ્રિલની સાંજે સાડા સાત વાગ્યે હું મારી દીકરી આયશા સાથે અને મેડની સાથે સહસપુરમાં મારા પતિ શમીનાં ઘરે પહોંચી હતી. અહીં સાસરીવાળાઓએ શમીને ફોન કર્યો તો થોડીકવારમાં જ ત્યાં પોલીસ આવી ગઈ. હું મારી દીકરી સાથે મારા રૂમમાં જતી રહી. પછી રાત્રે 12 વાગ્યે જોર-જોરથી દરવાજો ખખડાવીને દરવાજો ખોલાવ્યો.’
હસીન જહાંએ કહ્યું કે, ‘જ્યારે મે દરવાજો ખોલ્યો તો એસએચઓ કેપી સિંહ તેમનો હાથ પકડીને બહાર ખેંચવા લાગ્યા. તેમણે મારા હાથમાંથી મોબાઈલ છીનવી લીધો હતો. મે તેમને કપડા બદલવા માટે પણ કહ્યું, પરંતુ તેઓ માન્યા નહીં અને મને નાઇટીમાં જ જીપમાં બેસાડીને ડિડૌલી પોલીસ સ્ટેશન લઇ ગયા.’ હસીને એવો પણ આરોપ લગાવ્યો કે, તેની દીકરીને જબરદસ્તી જિલ્લા હૉસ્પિટલમાં લઇ જવામાં આવી અને ત્યાં તેની પાસે જબરદસ્તીથી એક પેપર પર અંગૂઠો કરાવ્યો અને ગાળો બોલવામાં આવી તેમજ અપરાધીઓની માફક એક રૂમમાં બંધ કરવામાં આવ્યા.’
બરેલીનાં એડીજી અવિનાશ ચંદ્રએ કહ્યું કે હસીન જહાંની ફરિયાદની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે તપાસ રામપુરની સીઓ કરી રહી છે અને તેમની રીપોર્ટનાં આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.