New Year 2022: નવા વર્ષમાં શનાયા કપૂર સહિતના આ સ્ટાર કિડસ કરશે બોલિવૂડમાં ડેબ્યૂ

બોલિવૂડમાં રાજ કરનારા કલાકારોના બાળકો પણ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે. નાનપણથી જ સ્ટાર કિડસ આ સ્વપ્ન સાકાર કરવા સખત મહેનત કરે છે.

Continues below advertisement

 બોલિવૂડમાં રાજ કરનારા કલાકારોના બાળકો પણ ફિલ્મી દુનિયામાં કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે. નાનપણથી જ સ્ટાર કિડસ આ સ્વપ્ન સાકાર કરવા સખત મહેનત કરે છે.તો ચાલો જાણીએ કે કયા સ્ટાર્સના બાળકો 2022માં પોતાનું નસીબ અજમાવવા માટે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

Continues below advertisement

સુહાના ખાન

સુપરસ્ટાર શાહરૂખ ખાન અને ઈન્ટિરિયર ડિઝાઈનર ગૌરી ખાનની દીકરી સુહાના ખાન તેના ભાઈ આર્યન ખાનની ધરપકડ બાદ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી સુહાના ખાનના ઈન્સ્ટાગ્રામ પર 2.3 મિલિયન ફોલોઅર્સ છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, સુહાના  ટૂંક સમયમાં 'ધ આર્ચીઝ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે.


અગસ્ત્ય નંદા

અમિતાભ અને જયા બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ આગામી વર્ષમાં ડેબ્યૂ કરી શકે છે. અહેવાલો અનુસાર, અગસ્ત્ય સુહાના ખાનની સામે નેટફ્લિક્સ ફિલ્મ 'ધ આર્ચીઝ' દ્વારા અભિનયની શરૂઆત કરી શકે છે. અગસ્ત્ય શ્વેતા બચ્ચન નંદા અને નિખિલ નંદાનો પુત્ર છે. અગસ્ત્યના ખભા પર મોટી જવાબદારી છે. કારણ કે તેમનું નામ માત્ર બચ્ચન પરિવાર સાથે જ નહીં પરંતુ કપૂર પરિવાર સાથે પણ જોડાયેલું છે. તેમની નાની રિતુ નંદા શોમેન રાજ કપૂરની પુત્રી અને દિવંગત અભિનેતા ઋષિ કપૂરની બહેન છે.


ખુશી કપૂર

નિર્માતા બોની કપૂર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની નાની પુત્રી ખુશી કપૂર પણ આ વર્ષે ડેબ્યુ કરી શકે છે. તેની મોટી બહેન જાહ્નવીએ 'ધડક' અને 'ગુંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ' જેવી ફિલ્મોમાં સારા અભિનયથી બોલીવુડમાં પોતાની ઓળખ બનાવી છે. ખુશી કપૂર ત્રીજી સ્ટાર કિડ છે જે નેટફ્લિક્સ પ્રોજેક્ટ 'ધ આર્ચીઝ' સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે.


આર્યન ખાન

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી ત્યારથી આર્યન ખાન ચર્ચામાં છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો દીકરો આર્યન ખાન જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો, કરણ જોહર ટૂંક સમયમાં આર્યન ખાનને લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યો છે. આર્યન પણ તેની બહેન સુહાનાની જેમ અમેરિકામાં ફિલ્મનો અભ્યાસ કરે છે.


શનાયા કપૂર

સંજય અને મહિપ કપૂરની પુત્રી, શનાયા પહેલેથી જ ધર્મ કોર્નરસ્ટોન એજન્સી (DCA) સાથે જોડાઈ ચૂકી છે, જે આ વર્ષની શરૂઆતમાં કરણ જોહર દ્વારા શરૂ કરવામાં આવેલી ટેલેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે. તે જલ્દી જ આવતા વર્ષે ધર્મા પ્રોડક્શન દ્વારા નિર્મિત ફિલ્મથી ડેબ્યૂ કરશે. ઈન્સ્ટાગ્રામ પર શનાયાના વીડિયો અને ફોટો પહેલાથી જ વાયરલ થઈ ચૂક્યા છે.

 

Continues below advertisement
Sponsored Links by Taboola