તેલુગૂ અભિનેત્રી ટોપલેસ થવા પર NHRCએ સરકાર પાસે માંગ્યો જવાબ
એનએચઆરસીનું માનવું છે કે, અભિનેત્રીને ફિલ્મોમાં અભિનય કરતાં રોકવી અને અન્ય લોકોને તેની સાથે કામ કરતાં રોકવા માટે તેના પર લગાવવામાં આવેલ પ્રતિબંધ તેની આજીવિકા અને ગરિમા સાથે જીવવાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસે અભિનેત્રી વિરૂદ્ધ આઈપીસીની કલમ 294 (જાહેરમાં અશ્લીલ કૃત્ય કરવું) અંતર્ગત કેસ નોંધ્યો હતો. એનએચઆરસીએ કહ્યું, એવું લાગે છે કે આ એમએએ અને રાજ્યના અધિકારીઓ દ્વારા ષડયંત્ર બહાર લાવનારનો અવાજ દબાવવાનો પ્રયત્ન છે.
રાજ્યના અધિકારીઓએ આ મામલે સમાધાન માટેની હાલની અથવા પ્રસ્તાવિત પ્રક્રિયા વિશે એનએચઆરસીને જાણકારી આપવાની રહેશે. જણાવીએ કે, તેલુગૂ ફિલ્મ ઉદ્યોગમાં કથિત જાતીય શોષણની વિરૂદ્ધમાં પોતાનો વિરોધ નોંધાવતા હૈદ્રાબાદમાં મૂવી આર્ટિસ્ટ એસોસિએસન (એમએએ) સામે અભિનેત્રી શ્રી રેડ્ડી ટોપલેસ થઈ ગઈ હતી.
વિરોધ પ્રદર્શન બાદ તેલુગુ ફિલ્મ ઉદ્યોગની ટોચની સંસ્થા મૂવી આર્ટિસ્ટ એસોસિએસન (એમએએ)એ 8 એપ્રિલે કહ્યું હતું કે અભિનેત્રી તેની સભ્ય નથી.
એનએચઆરસીએ આ મામલે તેલંગાના સરકારની સાથે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ (આઈ એન્ડ બી) મંત્રાલયને નોટિસ મોકલી વિસ્તૃત જાણકારી માગી છે. એનએચઆરસીએ રાજ્ય સરકાર અને મંત્રાલયને ચાર સપ્તાહની અંદર રિપોર્ટ રજૂ કરવા માટે કહ્યું છે.
નવી દિલ્હીઃ ક્ષેત્રીય ફિલ્મ ઉદ્યોગમાં કથિત જાતીય શોષણ વિરૂદ્ધ વિરોધ નોંધાવવા માટે તેલુગુ અભિનેત્રી દ્વારા જાહેરમાં નગ્ન થવાના મામલે હવે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) હરકતમાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -