CWG 2018: તેજસ્વીની સાવંત બાદ અનીશે તાક્યું ગૉલ્ડ પર નિશાન, ભાતરના ખાતામાં કુલ 16 ગૉલ્ડ
બીજો ગૉલ્ડ, પુરુષ ફ્રી સ્ટાઇલ 57 કિલોગ્રામ વર્ગમાં પહેલવાન રાહુલ અવારે ભારતને 13મો ગૉલ્ડ અપાવવામાં સફળ રહ્યો હતો. તેને ફાઇનલમાં કેનેડાના સ્ટીવન તાકાહાશીના પડકારને 15-7 થી પુરી કર્યો. આ ખિતાબી મુકાબલમાં જોરદાર ટક્કર જોવા મળી અને રાહુલ ગૉલ્ડ મેડલનો હકદાર બન્યો હતો. આ પછી મહિલા ફ્રી સ્ટાઇલ 76 કિલોગ્રામ વર્ગમાં કિરણે બ્રૉન્ઝ મેડલ જીત્યો. કિરણે મોરેશિયસની કી.પરિઘાવેનને 10-0 થી ધૂળ ચટાવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અગાઉ ગઇકાલે પુરુષ ફ્રી સ્ટાઇલ 74 કિલોગ્રામમાં સુશીલ કુમારે ભારતને ગૉલ્ડ અપાવ્યો હતો, અપેક્ષાની અનુરુપ આ સ્ટાર પહેલવાને સાઉથ આફ્રિકાના જોહાનેસ બોથા પર તુટી પડ્યો અને ફટાફટ ગૉલ્ડ પર કબ્જો કરી લીધો. સુશીલે 10-0થી સફળતા મેળવી હતી.
આ પહેલા શૂટિંગમાં ભારતના ખાતામાં એકસાથે બે મેડલ આવ્યા. મહિલાઓની 50 મીટર રાયફલ થ્રી પૉઝિશનમાં તેજસ્વીની સાવંતે ગૉલ્ડ પર નિશાન તાક્યું, જ્યારે તેની સાથે અંજૂમ મોદગિલે સિલ્વર મેડલ જીત્યો હતો. ફાઇનલમાં તેજસ્વીની કૉમનવેલ્થ રેકોર્ડની સાથે 457.9 પૉઇન્ટ મેળવ્યા, જ્યારે અંજૂમ (455.7 પૉઇન્ટ) બીજા સ્થાન પર રહી. આ સ્પર્ધાનો બ્રૉન્ઝ મેડલ સ્કૉટલેન્ડની સિયોનાઇડ મેકિનટૉશ (444.6) ને મળ્યો. તેજસ્વીનીનો હાલની કૉમનવેલ્થમાં આ બીજુ મેડલ છે આ પહેલા તેને 50 મીટર રાયફલ પ્રોનમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
શૂટિંગમાં ભારતના કુલ મેડલની સંખ્યા 16 થઇ ગઇ છે, જેમાં 6 ગૉલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રૉન્ઝ સામેલ છે. આ સાથે જ શૂટિંગમાં સૌથી વધુ 6 ગૉલ્ડ હાસલ થઇ ચૂક્યા છે. વેટલિફ્ટિંગમાં ભારતે 5 ગૉલ્ડ મેડલ જીત્યા છે.
નવી દિલ્હીઃ કૉમનવેલ્થ ગેમ્સના 9માં દિવસની શરૂઆત શાનદાર રહી, શૂટરોના નિશાને સીધા ગૉલ્ડ પર જ લાગ્યા. 15 વર્ષના અનીશે પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્ટલ સ્પર્ધામાં ગૉલ્ડ પર કબજો જમાવ્યો. તેને ભારતના ખાતામાં 16મો ગૉલ્ડ નાંખ્યો. ફાઇનલમાં તેને કૉમનવેલ્થ રેકોર્ડની સાથે 30 પૉઇન્ટ મેળવ્યા. આ સ્પર્ધાનો સિલ્વર મેડલ ઓસ્ટ્રેલિયન સર્જઇ ઇવગ્લેસ્કી (28 પૉઇન્ટ) એ જીત્યો જ્યારે બ્રૉન્ઝ મેડલ ઇંગ્લેન્ડના સેમ ગોવિન (17 પૉઇન્ટ)ના ભાગે આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -