આ અભિનેત્રી માટે માથાનો દુખાવો બન્યો ડ્રેસ, જુઓ કેવા થયા હાલ
મુંબઈ: નિયા શર્મા હંમેશા તેની ફેશનને લઈને ચર્ચામાં રહે છે. નિયા શર્માની બોલ્ડ વેબ સીરીઝ ‘ટ્વિસ્ટેડ 2’ નું ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. ટ્રેલરની લોન્ચિંગ સમયે નિયા ખૂબ સુંદર લાગતી હતી. તેણે હાઈ કટ સ્લિટ ગાઉન પહેર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનિયાએ એમ પણ કહ્યું હતું કે તે સીરીઝ વિશે નર્વસ નથી કારણ કે તે ખુશ છે કે તેને આટલું પ્રોત્સાહન મળી રહ્યું છે. નિઆના કપડા તેના નજીકના મિત્ર શાહિદ આમિરે તેના માટે ખાસ તૈયાર કરાવ્યો હતો.
નિયા કહે છે, “ટ્રાયલ હોવા છતાં, આ ડ્રેસમાં કેટલીક વિક્ષેપ આવ્યા હતા પરંતુ મને શાહિદની સ્ટાઈલ ખુબ ગમે છે.” સીરીઝ વિશે વાત કરતા, નિઆએ ઘણાં બોલ્ડ દ્રશ્યો આપ્યા છે. આ ટ્વિસ્ટેડની બીજી સીઝન છે.
નિયા ખૂબ નર્વસ દેખાતી હતી. આ સમય દરમિયાન, નિયાએ કહ્યું, ‘સાચુ કહું તો હું મારા ડ્રેસ વિશે ખૂબ નર્વસ હતી. હું પર્ફેક્ટ દેખાવા માંગતી હતી પરંતુ આ ડ્રેસ મારા માટે માથાનો દુઃખાવો બની ગયો હતો. કદાચ આ કારણે હું આ ઈવેન્ટ દરમિયાન નર્વસ હતી. ‘
નિયા તેના કપડાં અને મેક અપને લઈ ઘણાં પ્રયોગો કરતી રહે છે, પરંતુ તેના ડ્રેસને કારણે નિયા ખૂબ જ નર્વસ થઈ ગઈ હતી. આ ઈવેન્ટ દરમિયાન નિયા ડ્રેસને એડજસ્ટ જ કરવામાં રહી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -