વીડિયોમાં જોઇ શકાય છે કે, પ્રિયંકાને પાણીમાં પડતાં પડતાં નિક બચાવી લે છે. પ્રિયંકા જે રીતે બેલેન્સ ગુમાવી દે છે એ જોતા લાગતું હતું કે તે જો પડત તો સીધી નીચે જ જાત. કારણ કે તેઓ રેલિંગ પાસે જ ઉભા હતાં. પ્રિયંકા નીચે પડવાની હોય છે આ સમયે નિક તેને સંભાળી લે છે. આ સમયે નિકનાં હાથમાં વાઇનનો ગ્લાસ હોય છે જે નીચે દરિયામાં પડી જાય છે.
આપને જણાવી દઇએ કે, પ્રિયંકા અને નિક અહીં જો જોનાસ અને સોફી ટર્નરની ચર્ચ વેડિંગમાં શામેલ થવા આવ્યા હતાં. પેરિસ બાદ હવે તેઓ સાઉથ ફ્રાન્સ જવાં રવાના થશે. અહીં જો અને સોફીનાં લગ્ન તમામ રીતિ-રિવાજથી થશે.