અમદાવાદમાં કોર્પોરેશનના જેટિંગ ડમ્પરે ખોખરા વિસ્તારમાં એક મહિલાને અડફેટે લીધી હતી જેના કારણે મહિલાનો આખો પગ અલગ થઈ ગયો હતો. આ ઘટના ખોખરાના ગઢવી બંગ્લોઝ પાસે બની હતી.


અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય તે પહેલાં જ લોકોએ તેને પકડી લીધો હતો. અકસ્માત થતાં જ લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા.


પીડાથી કણસી રહેલી મહિલાને લોકોએ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલી આપી હતી. ખોખરા પોલીસને આ અંગે જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.