નિક જોનાસે પત્ની પ્રિયંકાના બર્થ ડે પર કેવી રીતે કર્યું વિશ, જાણો વિગત
abpasmita.in | 20 Jul 2019 09:07 PM (IST)
નિકે પ્રિયંકાની પિંક સાડીવાળો ફોટો શેર કર્યો. જેમાં તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું. નિકે લખ્યું, તું મારી જિંદગીની રોશની છે, મારું દિલ છે.....આઈ લવ યુ. હેપ્પી બર્થ ડે.
ન્યૂયોર્કઃ બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાનો 18 જુલાઇનાં 37મો જન્મ દિવસ હતો. આ બર્થ ડેનાં દિવસે તે એક પ્રોજેક્ટ માટે મિયામીમાં હતી. અહીં જ એનો જન્મ દિવસ સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેમાં તેની માતા મધુ ચોપરા, કઝિન પરિણીતિ ચોપરા સ્પેશલી મિયામી ગયા હતાં. નિક જોનાસ પણ આ પાર્ટીમાં હતો. બહેન પરિ અને જીજા નિકે પાર્ટીની ખાસ તૈયારી કરી હતી. નિકે પ્રિયંકાની પિંક સાડીવાળો ફોટો શેર કર્યો. જેમાં તેણે એક સુંદર કેપ્શન પણ લખ્યું હતું. નિકે લખ્યું, તું મારી જિંદગીની રોશની છે, મારું દિલ છે.....આઈ લવ યુ. હેપ્પી બર્થ ડે. પ્રિયંકાની સાસુએ પણ વહુને શાનદાર મેસેજની સાથે બર્થ ડે વિશ કર્યું હતું. ડેનિસે તેના ઈન્સ્ટાગ્રામ પર પ્રિયંકાની હલદી સેરેમનીનો ફોટો શેર કરીને લખ્યું, ખૂબસુરત છોકરીનો ખૂબસુરત જન્મદિન. આઈલવયુ.