નિધી અગ્રવાલની હોટ તસવીરો વાયરલ, ભારતીય ક્રિકેટર સાથેના અફેરને લઈને હતી ચર્ચામાં
abpasmita.in | 11 Aug 2019 05:12 PM (IST)
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરોમાં નિધી ખૂબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ લાગી રહી છે.
મુંબઈ: બોલીવૂડ અને સાઉથની એક્ટ્રેસ નિધી અગ્રવાલ હાલમાં પોતાના હોટ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તમામ તસવીરોમાં નિધી ખૂબ જ બોલ્ડ અને સ્ટાઈલિશ લાગી રહી છે. નિધી અગ્રવાલ વ્હાઈટ આઉટફિટમાં ફોટશૂટ કરાવ્યું છે. નિધીએ કેપ્શનમાં લખ્યું કે પોતાની કાબિલિયતને હંમેશા યાદ રાખો. નિધીએ બ્લેક આઉટફિટમાં પણ તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથેના ડિનર ડેટને લઈને નિધી ચર્ચામાં આવી હતી. રાહુલને ડેટ કરવાને લઈને નિધીએ જણાવ્યું હતું કે અમે સારા મિત્રો છીએ, એકબીજાને ડેટ નથી કરી રહ્યા. નિધીની હાલમાં તેલૂગુ ફિલ્મ 'iSmart Shankar' બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર 75 કરોડ કરતા વધારે કમાણી કરી છે. નિધીએ બોલીવૂડમાં ફિલ્મ મુન્ના માઈકલથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમા તેની સાથે ટાઈગર શ્રોફ, નવાઝુદ્દીન સિદ્દીકી અન રોનિત રોય હતા.