નવી દિલ્હીઃ ગુજરાતમાં અત્યાર પુરની સ્થિતિ છે. તાજેતરમાંજ એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક પોલીસ કૉન્સ્ટેબલ પુરમાંથી બચાવવા બે છોકરીઓને પોતાના ખભે બેસાડીને લઇ જાય છે. આ વીડિયોમાં દેખાતા કૉન્સ્ટેબલની પ્રસંશા ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ અને ખાસ કરીને લોકો ખુબ કરી રહ્યાં છે.

હવે આ કૉન્સ્ટેબલની પ્રસંશા ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વીવીએસ લક્ષ્મણે કરી છે, તેને ટ્વીટર પર વીડિયો શેર કરીને ખાસ પ્રસંશા કરી છે.



વીવીએસ લક્ષ્મણે ગુજરાતી કૉન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જાડેજાનો વીડિયો શેર કરીને લખ્યુ છે, આ વીડિયો દિલને ટચ કરનારો છે, ગુજરાતના કૉન્સ્ટેબલ પૃથ્વીરાજ સિંહ જાડેજાએ કલ્યાણપુર ગામમાંથી બે છોકરીઓને બહાર કાઢી, પુરના પાણીમાં લગભગ દોઢ કિલોમીટરનો સફર પૃથ્વીરાજે બન્ને છોકરીઓને પોતાના ખભા પર બેસાડીને કર્યો અને બન્નેનો જીવ બચાવ્યો, તેમના સાહસને સલામ