Nidhi jha and Yash Kumarr Mehendi Night : ભોજપુરી એક્ટ્રેસ નિધિ ઝાના ફેન્સ માટે એક ખાસ સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ નિધિ ઝા અને યશ કુમારના લગ્નનું 2 મેના દિવસે એક વર્ષ થઇ રહ્યું છે. આ પ્રસંગે નિધિ ઝાએ જણાવ્યું કે, તે દરેક પળ ખુશીથી જીવી રહી હોય એવું લાગે છે. ભોજપુરી અભિનેત્રી નિધિ ઝાએ તાજેતરમાં જ તેની મહેન્દી સેરેમનીની અનસીન તસવીરો ફેન્સ સાથે શેર કરી છે, જે ખુબ જ વાયરલ થઇ રહી છે. તમે જોઇ શકો છો કે આ તસવીરોમાં એક્ટ્રેસ ગુદગુદાતી જોવા મળી રહી છે. નિધિ ઝાએ તેના મહેન્દી સમારોહમાં તેના હાથ પર યશનું સાચું નામ લખ્યું ન હતું, તેને તે લખાવ્યુ હતુ જેનાથી તે પ્રેમથી બોલાવે છે.
નિધિ ઝા અને યશ કુમારની મહેન્દી સેરેમનીની અનસીન તસવીરો
એક્ટ્રેસ નિધિ ઝાએ યશ કુમારને એક સુંદર ઉપનામ આપ્યું છે. અભિનેત્રી પોતાના પતિને 'નેમો' કહે છે. મહેન્દી સેરેમનીની આ તસવીરો અને વીડિયો ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યા છે. નિધિ ઝાએ તેની મહેન્દી સેરેમનીમાં લીલા રંગનો લેંઘો પહેરેલો હતો. જેની સાથે તેને હેવી જ્વેલરી કેરી કરી હતી. આ તસવીરો પરથી તમારી નજર હટાવવી પણ તમને મુશ્કેલ બની જશે. વીડિયો શેર કરતા નિધિ ઝાએ લખ્યું કે- મહેન્દીનો રંગ જેટલો ઘાટો, પ્રેમ એટલો જ ઊંડો.
નિધિ ઝાએ આ વર્ષે પણ મુકી મહેન્દી
એક્ટ્રેસ નિધિ ઝાએ પોતાની મહેન્દી સેરેમનીના સ્પેશ્યલ દિવસને વધુ આનંદદાયક બનાવવા માટે આ વર્ષે પણ પોતાના હાથ પર તેના નામ વાળી મહેન્દી મુકી છે. નિધિએ તેની સ્ટૉરી પર મહેન્દીનો એક વીડિયો પણ શેર કર્યો છે. યશ કુમાર પણ તેની પત્ની પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.
નિધિ ઝાએ લગ્નના એક વર્ષ માટે ઇન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો હતો, પરંતુ અભિનેત્રી ફરી એકવાર મ્યુઝિક આલ્બમ દ્વારા ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે. તેના મ્યુઝિક વીડિયો ટ્રેન્ડિંગ લિસ્ટમાં જોવા મળી રહ્યાં છે. અભિનેત્રી આ દિવસોમાં ઘણી ફિલ્મોને પ્રૉડ્યૂસ પણ કરી રહી છે.