મુંબઈ: વિવેક ઓબેરોયની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને રિલીઝ કરવા માટે લાંબી લડાઈ લડવી પડી છે. તેમ છતાં ચૂંટણી પંચે હાલમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ નહીં થાય. ત્યારે વિવેક ઓબેરયે ફિલ્મ માટે લડેલી આ લડાઈને લઈને બોલિવૂડ સેલેબ્સ પર નિશાન સાધ્યું છે.


વિવેક અબેરોયે કહ્યું કે, “વડાપ્રધાનની સાથે સેલ્ફી લેવા માટે બધા આગળ આવે છે પરંતુ તેમના ઉપર બનેલી ફિલ્મના સમર્થનમાં કોઈ જ આગળ નથી આવ્યું.”

PM મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, ફિલ્મ મેકર્સને લાગ્યો મોટો ઝાટકો

વિવેક ઓબરોયે કહ્યું કે “મને લાગે છે અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકતા નથી. જ્યારે સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત વિવાદમાં હતી ત્યારે પણ તેમના સમર્થનમાં કોઈ જ નહોતું આવ્યુ. આવું જ કોઈ શાહરુખ ખાનની ફિલ્મ માઈ નેમ ઈઝ ખાન સાથે થયું હતું. જ્યારે તે ફિલ્મો વિવાદોમાં હતી ત્યારે પણ ઇન્ડસ્ટ્રીએ તેનાથી કિનારો કરી લીધો હતો. ”

વિવેકે કહ્યું પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરવું ખુબજ સરળ છે. તેમણે કહ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક સાથે આવવું જોઈએ જેથી કોઈ ફિલ્મ આ પ્રકારના વિવાદોમાંથી બહાર નીકળી શકે.