VIDEO: કર્ણાટકમાં મતદારોને રીઝવવા કોંગ્રેસના મંત્રીએ કર્યો નાગિન ડાંસ, જુઓ વીડિયો
abpasmita.in | 10 Apr 2019 06:48 PM (IST)
મતદારોને રીઝવવા માટે કર્ણાટકના આવાસ મંત્રી એમટીવી નાગરાજે હોસકોટેમાં હિન્દી ફિલ્મ નાગિનની લોકપ્રિય ધૂન પર ડાંસ કર્યો હતો.
બેંગલુરુઃ મતદારોને રીઝવવા માટે કર્ણાટકના આવાસ મંત્રી એમટીવી નાગરાજે હોસકોટેમાં હિન્દી ફિલ્મ નાગિનની લોકપ્રિય ધૂન પર ડાંસ કર્યો હતો. જેમનો આ વીડિયો વાયરલ થયો છે. નાગરાજ તેમના સમર્થકો સાથે હોસકોટેના કાટીગેનહલ્લી ગામમાં મંગળવારે સાંજે પ્રચાર માટે ગયા હતા. જ્યાં તેઓ કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વીરપ્પા મોઇલી માટે વોટ માંગતા હતા. મંત્રી પ્રચાર દરમિયાન કાફલા સાથે ચાલી રહ્યા ત્યારે સંગીત બેંટે લોકપ્રિય નાગિન ધૂન વગાડવાનું શરૂ કર્યું હતું. જેની થોડી જ સેંકડોમાં નાગરાજ પણ નાગિન ડાંસ કરવા લાગ્યા હતા. તેમના સમર્થકો પણ ડાંસ કરવા લાગ્યા હતા. આ લોકોએ આશરે 10 મિનિટ સુધી ડાંસ કર્યો હતો. મંત્રીએ તેમની નૃત્ય કલાનું જાહેરમાં પ્રદર્શન કર્યું હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા તેઓ ધાર્મિક કાર્યક્રમમાં પણ નૃત્ય કરી ચુક્યા છે. ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો, અલ્પેશ ઠાકોરે પક્ષના તમામ પદેથી આપ્યું રાજીનામું કૉમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવે અમદાવાદ પશ્ચિમ બેઠક પર બીજેપીના સમર્થનમાં કર્યો પ્રચાર, જુઓ વીડિયો