ટેલિવૂડ:આ વીડિયોમાં નોરા ફતેહી એક કન્ટેસ્ટેન્ટ સાથે સોન્ગ ‘દિલબર દિલબર’ પર ડાન્સ કરતી જોવા મળે છે. તેમણે એટલા અલગ અંદાજમાં મૂવ્સ કર્યાં કે, શાનદાર ડાન્સ કરનાર ગીતા કપૂર, મલાઇકા અરોડા અને ટેરેન્સ લુર્ઇસ જોતા જ રહી ગયા.


નોરા ફતેહી જ્યાં પણ જાય છે,જે  તેમના ડાન્સના અલગ અંદાજથી સૌને પ્રભાવિત કરી દે છે. જે કોઇપણ નોરાનો ડાન્સ જુવે છે. તે તેમના ડાન્સના કાયલ થઇ જાય છે. આ એક એવો જ બેસ્ટ ડાન્સનો વીડિયો છે. જે ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનો છે. નોરા આ શોમાં થોડા સમય માટે જજ પણ બની હતી. આમ તો આ સમયે નોરાનું કામ કેન્ટેસ્ટન્ટના ડાન્સનું મુલ્યાકન કરવાનું હતું પરંતુ તે ખુદ પણ ડાન્સ મસ્તીમાં લીન થતી જોવા મળી અને તેમણે સોન્ગ ‘દિલબર દિલબર’ પર શાનદાર ડાન્સ પર્ફોમ કર્યો. તેમના ડાન્સના મૂવ્સ જોઇને બેસ્ટ ડાન્સર પણ જોતા જ રહી ગયા.