મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ અને ડાન્સર તરીકે જાણીતી નોરા ફતેહીનું ન્યૂ સોંગ પપેટા હાલમાં જ રિલીઝ થયું. આ સોંગ રિલીઝ થતાંની સાથે જ નોરાની બાર્બી ગર્લ સ્ટાઇલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ. આ નવા ગીતમાં નોરાનો અલગ અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.


નોરા આ ગીત પર ફેમસ ડાન્સર મેલ્વિન લૂઈસ સાથે ફેન્ટાસ્ટિક ડાન્સ કર્યો છે. ઓરિજીનલ સોંગમાં નોરા ઘણી જ હોટ લાગે છે. આ ગીતમાં કલરફૂલ કોસ્ચ્યુમમાં નોરાનો અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. નોરાના આ વીડિયો સોશિયલ મીડિયમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.




નોરા છેલ્લે ફિલ્મ બાટલા હાઉસમાં આઈટમ સોન્ગ સાકી સાકીમાં નજર આવી હતી. નોરા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. (તમામ તસવીરો અને વીડિયો ઈન્સટાગ્રામ)