મોદી-ઈમરાન ખાનની મુલાકાત પર તેમણે કહ્યું, હાલના સંજોગોમાં આ મુલાકાત શક્ય નથી. મોદી સરકાર-2ના 100 દિવસ પૂરા થવા અંગે વિદેશ મંત્રાલયની ઉપલબ્ધિ ગણાવી રહેલા જયશંકરે પાકિસ્તાનને એક યુનિક ચેલેન્જ ગણાવી હતી. તેમણે કહ્યું, અમને એક પડોશી દેશથી યૂનિક ચેલેન્જન મળે છે. જ્યાં સુધી આ દેશ એક સામાન્ય પડોશી દેશ ન બની જાય અને સરહદ પર આતંકવાદ નહીં રોકે ત્યાં સુધી સંબંધ નહીં સુધરે.
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવાને આંતરિક મુદ્દો ગણાવી જયશંકરે કહ્યું, પીઓકે ભારતનો હિસ્સો છે. અમને આશા છે કે એક દિવસ તે ભારતનો ભૌગોલિક હિસ્સો હશે. પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ અંગે કહ્યું, અમારો હેતુ તેની હાલત જાણવાનો હતો. જાધવને મળવાનો હેતુ તેના અધિકાર અપાવવાનો હતો. અમે તેને વતન પરત લાવવાની કોશિશ કરી રહ્યા છીએ.
શેરબજારમાં આ કારણથી મચી ગયો હાહાકાર, જાણો વિગતે
સચિનથી લઈ કોહલીએ પાઠવી PM મોદીને જન્મદિવસની શુભકામના, જાણો વિગતે
કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો
દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી