એક પ્રેસ કોન્ફરન્સમાં વિક્કી તેમજ નોરા સહિત લોકો હાજર રહ્યા હતા. ત્યાં એ પણ વાતો થઈ કે સ્ટારે આ ગીત કરવા માટે શા માટે હા પાડી. ત્યારબાદ બધાની ઓફર પ્રમાણે વિક્કી અને નોરા ડાન્સ કરવા માટે તૈયાર થયા.
નોરાએ આ સમયે પિંક કલરની શોર્ટ ડ્રેસ પહેરી રાખી હતી. નોરાએ જેવો જ વિક્કીનો હાથ પકડીને ડાન્સ કરવાનું શરૂ કર્યું કે ડ્રેસ પાછળથી સરકી ગઈ. જો કે વીડિયોમાં જોઈ શકાય છે કે નોરાએ તરત જ પરિસ્થિતિને સંભાળી લીધી હતી. તરત જ પોતાની ડ્રેસ સરખી કરી લીધી. ત્યારબાદ નોરા સરખી થઈ ગઈ અને વિક્કી પાસે જઈને ઉભી રહી ગઈ.