ગુજરાતના આ વિસ્તારમાં આગામી 24 કલાકમાં પડશે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી
abpasmita.in | 29 Aug 2019 07:16 AM (IST)
બંગાળ ઉપર ફરી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે.
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદની બીજી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ અને દ્વારકા જિલ્લામા આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળશે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 94 ટકા વરસાદ પડ્યો છે. બંગાળ ઉપર ફરી એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે. તેના પર હવામાન વિભાગ દ્વારા મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. જો મજબુત સિસ્ટમ બનીને આગળ વધશે તો ફરી ભારે વરસાદ થવાનો અંદાજ છે.