બોલીવુડની આ હોટ હીરોઈન ભાજપની ટિકિટ પર લડશે લોકસભાની ચૂંટણી, મોદીની ઝુંબેશમાં હતી સક્રિય
બે વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાન માટે એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, તેમાં કંગના, માતા લક્ષ્મી બનીને સાફ-સફાઇ પ્રતિ લોકોને જાગૃત કરતી જોવા મળી હતી. માનવામાં આવે છે કે આ વીડિયો સંદેશના સિલસિલામાં કંગના પહેલીવાર પીએમ મોદી સાથે મળી હતી. આ વીડિયોને બનાવવા વાળા લોકો જણાવે છે કે કંગનાને લક્ષ્મી મા ના રૉલમાં નરેન્દ્ર મોદીની સહમતીથી લેવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ બૉલીવુડની બૉલ્ડ અને બિન્દાસ એક્ટ્રેસ કંગના રનૌત આજકાલ પોતાની ફિલ્મ 'મણિકર્ણિકા'ના શૂટિંગ અને પૉસ્ટ પ્રૉડક્શનના કામમાં બિઝી છે. સુત્રો અનુસાર, કંગના રાજકારણમાં પોતાની કેરિયર બનાવવાનું વિચારી રહી છે. રિપોર્ટ્સ છે કે વડાપ્રધાન મોદી સાથે અનેકવાર મુલાકાત કરી ચૂકી છે. કંગનાના અભિનય અને સમજદારીથી મોદી પ્રભાવિત થયા છે.
જોકે, ફિલ્મ 'સિમરન' દરમિયાન કંગનાએ પૉલિટિક્સ જોઇન કરવા વિશે કહ્યું હતું કે, 'હું ક્યારેય પણ પૉલિટિક્સ જોઇન નહીં કરુ, કારણ કે રાજકારણ કરવા વાળા લોકો સફેદ રંગના બૉરિંગ કપડાં પહેરે છે.'
સમાચારોનું માનીએ તો કંગના રનૌત પોતાના ગૃહ રાજ્ય હિમાચલ પ્રદેશમાં રાજકારણમાં પ્રવેશી શકે છે. કંગના હિમાચલ પ્રદેશના મંડીની રહેવાસી છે અને તેનું પ્લાનિંગ છે કે તે પોતાના વિસ્તારમાં ભાજપની ટિકીટ પરથી ચૂંટણીમાં મેદાનમાં ઉતરે. સુત્રોએ જણાવ્યું કે કંગના આજકાલ રાજકારણના કામકાજની રીત અને માહોલને સમજવાની કોશિશ કરી રહી છે.
આ કારણે છે કે કંગના આજકાલ ફિલ્મોને સિલેક્ટ કરવામાં આ વાતનું ખુબ ધ્યાન રાખે છે કે તેની ઇમેજ ખરાબ ના થાય. સુત્રોનું કહેવું છે કે તે કોઇ એવી સ્ટૉરીમાં ભાગ નહીં લે જેનાથી તેની પબ્લિકલી ઇમેજ બગડી જાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -