બસ 18 રન....અને કોહલીના નામે નોંધાશે વધું એક રેકોર્ડ, જાણો વિગતે
આ ઉપરાંત ડૉન બ્રેડમેનને એક જ પ્રવાસમાં 974 રન બનાવ્યા હતા. તેમણે 1930માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટેસ્ટમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલી આ રેકોર્ડ તોડી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોઈ પણ આંતરાષ્ટ્રીય પ્રવાસ પર 1000 રન બનાવવા એક રેકોર્ડ હોય છે. વિરાટ આ રેકોર્ડથી માત્ર 130 રન દૂર છે. આ પહેલા દિગ્ગજ બેટ્સમેન સર વિવિયન રિચર્ડ્સના નામે આ રેકોર્ડ છે. જેમણે 1976માં ઈંગ્લેન્ડના પ્રવાસ સમયે ટેસ્ટમાં 829 અને વનડેમાં 216 મળી કુલ 1045 રન એક સીરીઝમાં બનાવ્યા હતા.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં 2000 રન પૂરા કરનારો પહેલા ભારતીય બની શકે છે. વિરાટ કોહલી અત્યારે 1982 રન બનાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં 2000 રન માત્ર બે જ ખેલાડી બનાવી ચૂક્યા છે જેમાં એક છે માર્ટિન ગપ્ટિલ અને બ્રેંડન મેક્કુલમ.
નવી દિલ્હીઃ હાલના સમયમાં રન મશીન તરીકે ઓળખાતા ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આજે (21 ફેબ્રુઆરી) સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાનાર બીજી ટી20માં વિરાટ કોહલી 18 રન બનાવશે તો એક વધુ રેકોર્ડ તેના નામે નોંધાશે. 2000 ટી20 રનના રેકોર્ડથી તે માત્ર 18 રન દુર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -