આ ફિલ્મમાં રિચાનો રોલ રસપ્રદ છે. ફિલ્મમાં તે એક કોમર્શિયલ સેક્સ વર્કરના રોલમાં જોવા મળશે. આ કેરેકટર માટે તેણે તૈયારી પણ શરૂ કરી દીધી છે. ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું, હાલ હું દરેક પ્રકારના રોલ કરી રહી છું. તેમાંથી હું મારા વ્યક્તિત્વના તમામ પાસાઓની ખબર મેળવી રહી છું. અનુભવ સિંહા સાથે એક કોમેડી ફિલ્મ કરી રહી છું. હું સોફી નામની એક છોકરીનો રોલ કરી રહી છું.
રિચાએ “સેક્શન 375”માં વકીલની ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં તેની સિવાય અક્ષય ખન્ના, રાહુલ ભટ્ટ, મીરા ચોપડા, દિવ્યેંદુ ભટાચાર્ય જેવા એકટરે કામ કર્યું હતું.