અમદાવાદ: નરોડા પાટિયા રમખાણો કેસમાં કોણ નિર્દોષ અને કોણ દોષિત, જાણો વિગત
9) હીરાજી મારવાડી (નિર્દોષ), 10) મુકેશ ઉર્ફે વકીલ (નિર્દોષ), 11) શશીકાંત મરાઠી (નિર્દોષ), 12) માયા કોડનાની (નિર્દોષ), 13) બાબુભાઇ વણઝારા (નિર્દોષ), 14) મનુભાઈ મરૂડા (નિર્દોષ), 15) વિક્રમ છારા (નિર્દોષ) અને 16) ગણપત છનાજી છારાને નિર્દોષ જાહેરા કરવામાં આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનરોડા પાટિયા નરસંહારને ગુજરાત તોફાનો દરમિયાન થયેલો સૌથી ભીષણ નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. આ સૌથી વિવાદસ્પદ કેસ પણ છે. આ ગુજરાત તોફોનોમાં જોડાયેલા નવ કેસમાંથી એક છે, જેની તપાસ એસઆઇટીએ કરી હતી.
16 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાની ઘટના બન્યા બાદ બીજા દિવસે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે નરોડામાં મોટો નરસંહાર થયો હતો. નરોડા પાટિયામાં થયેલા તોફાનોમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાં 33 લોકો ઘાયલ થયા હતા.
નરોડા પાટિયા રમખાણો કેસમાં કુલ 32 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 15 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 1) બિપિન ઓટોવાલા (દોષિત), 2) મનોજ સિંધી (દોષિત), 3) નવાબ ઉર્ફે કાળુ ભૈયા (દોષિત), 4) સુરેશ ઉર્ફે સહેજાદ (દોષિત), 5) પ્રેમચંદ તિવારી (દોષિત), 6) સુરેશ લંગડો (દોષિત), 7) પ્રકાશ રાઠોડ (દોષિત), 8) કિશન કોરાણી (દોષિત), 9) બાબુ બજરંગી (દોષિત), 10) હરેશ છારા (દોષિત), 11) મુરલીભાઈ નારણભાઈ સિંધી (દોષિત), 12) નરેશ અગરસિંહ છારા (દોષિત) અને 13) બાબુ બજરંગી, 14) સુરેશ છારા, 15) પ્રકાશ કોરાણી શડયંત્રકારી જાહેર કરવામાં આવ્યા છે.
નરોડા પાટિયા રમખાણો કેસમાં કુલ 32 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 16 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 1) પિન્ટુ છારા (નિર્દોષ), 2) કિરપાલસિંહ છાબડા (નિર્દોષ), 3) સંતોષ મુલચંદાની (નિર્દોષ), 4) દિનેશ મરાઠી (નિર્દોષ), 5) વિલાસ સોનાર (નિર્દોષ), 6) સચિન મોદી (નિર્દોષ), 7) રમેશ છારા (નિર્દોષ), 8) વિજય પરમાર (નિર્દોષ) આ તમામને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
અમદાવાદ: નરોડા પાટિયા રમખાણોના કેસમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે મોટો ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો છે. તેને 21 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -