Actress Who Becoma Monk: અભિનયની દુનિયાની ઝાકમમાળ છોડીને ઘણી વખત સેલેબ્સ આધ્યાત્મના રંગા રંગાઇ જઇને સંન્યાસ ગ્રહણ કરી લે છે. આવી જ એક એક્ટ્રેસ છે. નુપુર અંલકાર જેને પતિ સાથે અલગ થયા બાદ સાંસારિક અને એક્ટિંગ બંને દુનિયાનો ત્યાગ કરીને આધ્યામના માર્ગેને પસંદ કરતા સંન્યાસી બની ગઇ.
સાકિબ ખાન, સના ખાન. જાયરા વસીમ, અનુ અગ્રવાલ જેવા અનેક કલાકાર છે. જેમણે અભિનયની દુનિયાને છોડીને આધ્યાત્મના માર્ગને પસંદ કર્યો.
નુપુર અલંકારએ 27 વર્ષ સુધી ટીવી ઇન્ડસ્ટ્રીમાં કર્યું. 157 જેટલા શાનદાર શોમાં કામ કર્યું.જો કે અચાનક જ આ ટીવી એક્ટ્રેસે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું. નુપુરે તેમની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યાર બાદ તેને કેટલીક બ્રાન્ડ એડનો મોકો મળ્યો. તેના કારણે પણ તેમને એક્ટિંગમાં ઘણો ફાયદો થયો. તેણીએ તેની કારકિર્દીમાં ઘણા યાદગાર પાત્રો ભજવ્યા, જેના પછી તે લોકપ્રિય ચહેરો બની ગઈ. નૂપુરે નેક્સ્ટ જનમ મોહે બિટિયા હી કિજો, ભાગે રે મન, ઘર કા લક્ષ્મી, રેત, યે પ્યાર ના હોગા કમ જેવી ઘણી સીરિયલ્સમાં કામ કર્યું છે.
અભિનય છોડવાનો નિર્ણય કર્યો
નુપુરે વર્ષ 2022માં મનોરંજન ઉદ્યોગ છોડવાનો નિર્ણય લીધો હતો. જ્યારે તેણે આ વિશે જણાવ્યું તો લોકો ચોંકી ગયા. તેણે કહ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીમાંથી નિવૃત્તિ લીધા બાદ તે પોતાની આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા જઈ રહી છે.
પતિથી અલગ
નૂપુરે 2002માં અલંકાર શ્રીવાસ્તવ સાથે લગ્ન કર્યા હતા. તેણે પતિ અને સાસુની સંમતિથી જ ફિલ્મી દુનિયામાંથી નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું. તેણે કહ્યું હતું કે તે તેના પતિથી અલગ થઈ ગઈ છે પરંતુ બંનેએ અલગ થવા માટે કાનૂની વિકલ્પ ન લેવાનું નક્કી કર્યું છે. નૂપુર સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના વીડિયો શેર કરતી રહે છે. જેમાં તે સંતની જેમ પીળા કપડા પહેરેલી અને કપાળ પર ચંદન લગાવેલી જોવા મળી રહી છે.