નવી દિલ્હીઃ નસુરત ભરૂચા હાલમાં જ ફિલ્મફેર એવોર્ડ્સમાં ગ્રીન કલરનો બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી. નુસરતાના આ ડ્રેસને મિક્સ પ્રતિભાવ મળ્યા હતા. કેટલાકને તેનો ડ્રેસ ખૂબ જ હોટ લાગ્યો તો કેટલાકે આ ડ્રેસ માટે તેને ટ્રોલ કરી. આ ટ્રોલર્સને હવે નુસરતે જબડાતોડ  જવાબ આપ્યો છે.

નુસરતે કહ્યું કે, ‘આપણા દેશમાં બધા લોકો કોઈપણ મુદ્દે પોતાનો પ્રતિભાવ આપી શકે છે. તો જેવી રીતે બધા પોતાનો પ્રતિભાવ આપી શકે છે તેવી જ રીતે મને પણ હક છે કે હું મારી પસદના કપડા પહેરું.’ નુસરતે આગળ જણાવ્યું કે, તેણે જ્યારે તે ડ્રેસ પહેર્યો હતો ત્યારે તે ખૂબ જ કોન્ફિડન્ટ હતી માટે જ તે ડ્રેસને કોન્ફિડેન્સ સાથે પહેરી શકી.


નુસરાતે આગળ કહ્યું કે, ‘જો ડ્રેસ સારી રીતે ફિટ ન થતો હોય તો તે ફરફેક્ટ ન રહે તો હું બિલકુલ પણ તે ડ્રેસ પહેરું નહીં. મારા મિત્રોએ મારા આ આઉટફિટને લઈને મારા ઘણાં વખાણ કર્યા હતા.’

નુસરતની પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો તે છેલ્લી ફિલમ ડ્રીમ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાનાની સાથે જોવા મળી હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારી પ્રતિક્રિયા મળી હતી. હવે નુસરત આગામી ફિલ્મ છલાંગમાં જોવા મળવાનીછે. ‘છલાંગ’માં નુસરતની સાથે રાજકુમાર રાવ લીડ રોલમાં જોવા મળશે.