મુંબઈઃ ફિલ્મી હસ્તીઓના જીવનમાં પણ સામાન્ય લોકોના જીવનમાં બને એવી ઘટનાઓએ બનતી હોય છે. હૉટ બૉલિવૂડ એક્ટ્રેસ નુસરત ભરૂચાના જીવનમાં પણ આવી ઘટના બની હતી અને તે ભૂલથી પુરુષનાં ટૉઇલેટમાં ઘૂસી ગઈ હતી.

નુસરત પોતાની આગામી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ના પ્રમોશન માટે અત્યારે ઈન્ટરવ્યૂ આપી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં નુસરતે ધડાકો કરતાં કહ્યું કે, એક વાર હું ભૂલથી પુરૂષ ટૉઇલેટમાં ઘૂસી ગઈ હતી પણ ટોઈલેટ અંદરથી ખાલી હતું એટલે મને કોઈ જોઈ નહોતું ગયું.



નુસરતના કહેવા પ્રમાણે, પુરૂષ ટોઈલેટ છે તે ખબર પડતાં હું ઝડપથી બહાર આવી ગઈ તેથી શરમજનક સ્થિતિનો સમનો નહોતો કરવો પડ્યો. નુસરતે કહ્યું કે, ટોઈલેટના દરવાજા પર જાત જાતના આર્ટવર્ક કરાય છે તેથી ટોઈલેટ મહિલાઓ માટે છે કે પુરુષો માટે છે એ જ ખભર પડતી નથી.

નુસરતે કહ્યું કે, ઘણી વાર લખેલું વાંચવું મુશ્કેલ થઈ જાય છે તેથી આ ભૂલ થઈ હતી.



ફિલ્મ ડ્રીમ ગર્લમાં એક્ટ્રેસ નુસરત અને આયુષ્યમાન ખુરાના ઉપરાંત વિજય રાજ, અન્નૂ કપૂર અને રાજેશ શર્મા જેવા સ્ટાર્સ દેખાશે. ફિલ્મ આગામી 13મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.