આઈફા 2019નો એક પ્રોમો વીડિયો વાયરલ થયો છે જેમાં ઘણાં બધા એક્ટર્સ સાથે બેઠેલા જોવા મળે છે. આ ઈવેન્ટને હોસ્ટ કરતાં આયુષ્માન ખુરાનાએ નુસરત ભરૂચાને પૂછ્યું કે તે કોઈને એક્ટરને બિગ બોસના ઘરમાં રૂમાલમાં વીંટળાયેલો જોવા માગે છે. તે વાત પર તેણે બિન્ધાસ્ત જવાબ આપતા કહ્યું કે, ‘બોલું…રણબીર કપૂર’.
નુસરતે આપેલા જવાબથી ત્યાં બેઠેલા લોકો ચીસો પાડવા લાગ્યા. તેના પછી આયુષ્માન કહે છે કે આલિયા અહીં બેઠી છે. ત્યારે આલિયા ભટ્ટ પણ નુસરત તરફ આંગળી કરીને બતાવે છે. ત્યાર બાદ નુસરત હસતાં હસતાં કહે છે, ‘સોરી’.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પાછલા કેટલાક મહિનાથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલાં તેમના લગ્નની ચર્ચા પણ ચાલી હતી. કહેવાય છે કે બંને જલદી જ લગ્નના બંધનમાં બંધાશે.