નુસરત જહાંએ 18 સપ્ટેમ્બરે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તે એક ત્રિશૂલ લઈને મહિષાસુર મર્દિની બનેલ જોવા મળી રહી છે. ત્યાર બાદ નેટ યૂઝર્સના એક વર્ગ દ્વારા તેને ટ્રોલ કરવામાં આવી.
નુસરત જહાંના એક નજીકના સહયોગીએ મીડિયાને બુધવારે કહ્યું કે, નુસરત જહાને એક સાંસદ તરીકે નિયમિત સુરક્ષા મળેલી છે. સહયોગીએ કહ્યું કે, નુસરત જહાં લંડમાં 27 સપ્ટેમ્બરથી ઓક્ટોરના મધ્ય સુધી શૂટિંગ દરમિયાન વધારાની સુરક્ષાનો મુદ્દો પશ્ચિમ બંગાળ સરકાર અને વિદેશ મંત્રાલયની સામે ઉઠાવ્યો છે.
બ્રિટનમાં ભારતીય એમ્બેસીને 29 સપ્ટેમ્બરે લખેલ એક પત્રમાં નુસરત જહાંએ કહ્યું, ‘હું તને જણાવવા માગુ છું કે હું પ્રોફેશનલ કારણઓસર બે દિવસ પહેલા લંડન પહોંચી હતી અને અહીં પહોચ્યા બાદ ને મારા સોશિયલ મીડિયા પેજના માધ્યમથી કેટલાક કટ્ટરપંથિઓ તરફથી મારી નાખવાની ધમકી મળી છે જે ભારત અને પાડોસી દેશના છે.’
નુસરત જહાંએ કહ્યું કે, તે 16 ઓક્ટોબર સુધી લંડનમાં રહેશે. તેણે પત્રમાં કહ્યું, ‘માા લંડન પ્રવાસ દરમિયાન મને તાત્કાલીક પોલીસ સુરક્ષાની જરૂરત છે કારણ કે આ જોખમ ઘણું ગંભીર છે અને આ મારા માનસિક સ્વાસ્થ્યને પ્રભાવિત કરી રહ્યું છે. હું તમને વિનંતી કરું છું કે લંડનમાં જરૂરી સુરક્ષા આપવાની વ્યવસ્થા કરી આપશો.’