નુસરત તસવીરમાં પોતાના પતિ નિખિલ સાથે ડાન્સ કરતી નજર આવી રહી છે. જે કોઈ મેરેજ ફંક્શનની લાગી રહી છે. તસવીરો સામે આવ્યા બાદ તેમના ફેન્સ ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે. જ્યારે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે.
નુસરતને ટ્રોલ કરતા એક યૂઝરે લખ્યું કે, મેડમ ક્યારેયક સંસદમાં પણ જાઓ, આ સમયે તમારે સૌથી વધુ સંસદમાં હોવું જરૂરી છે. ત્યાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. નુસરત ઘણીવાર તેની તસ્વીરોને લઈને ટ્રોલ થતી રહી છે.
જો કે, સોશિયલ મીડિયા યૂઝર્સ કંઈ પણ કહે પરંતુ નુસરત જહાં પર તેમના કોમેન્ટની કોઈ અસર પડતી નથી. નુસરત હંમેશા બિન્દાસ અંદાજમાં પોતાની તસ્વીરો શેર કરતી રહે છે અને ચર્ચામાં રહે છે. નુસરત જહાંના ઈન્સ્ટાગ્રામ પર 1.9 મિલિયન ફોલોઅર્સ છે.