નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતોને જલદી ફાંસી આપવાની માંગ કરતી કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસની અરજીને ફગાવતા દિલ્હી હાઇકોર્ટે કહ્યું હતું કે, તમામ દોષિતોને એક સાથે ફાંસી થશે. કોર્ટે નિર્ભયાના તમામ દોષિતોને સાત દિવસની અંદર તમામ કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવાની ડેડલાઇન આપી હતી.

નોંધનીય છે કે કેસના દોષિતોના ડેથ વોરંટને બે વખત ટાળવામાં આવ્યું છે. દોષિતો અલગ અલગ રીતે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરી સતત ડેથ વોરંટ ટાળવામાં સફળ થઇ રહ્યા છે પરંતુ હવે હાઇકોર્ટે તેમને સાત દિવસની અંદર જ તમામ વૈકલ્પિક ઉપાયોનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટે દોષિતોને ફાંસીમાં મોટુ થવાને લઇને ઓથોરિટીને ફટકાર લગાવી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યુ કે એક સપ્તાહ બાદ ડેથ વોરંટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.


કોર્ટમાં જજ સુરેશ કૈતે જેલ મૈન્યુઅલના નિયમો વાંચ્યા હતા. કૈતે કહ્યું કે, જેલ મૈન્યુઅલના નિયમ 834 અને 836 અનુસાર, એક જ કેસમાં એકથી વધુ સજા પામેલા દોષિતોની અરજીઓ જો પેન્ડિંગ હોય તો ફાંસી ટળી જાય છે. કેટલીક બાબતોને લઇને સ્પષ્ટતા નથી. તેમને કહ્યું કે, મને એ કહેવામાં કોઇ શરમ નથી કે દોષિતોએ ખૂબ સમય બરબાદ કર્યો છે. 2017માં અરજીઓ ફગાવ્યા બાદ પણ ડેથ વોરંટ જાહેર કરવામાં નથી આવ્યું. કોઇએ પણ ધ્યાન રાખ્યું નહીં.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કહ્યું કે, દોષિતો કાયદા હેઠળ મળેલી સજાના અમલ પર વિલંબ કરવાની યોજના હેઠળ કામ કરી રહ્યા છે.  મહેતાએ કોર્ટમાં કહ્યું કે, દોષિત પવન ગુપ્તાની ક્યૂરેટિવ અને દયા અરજી દાખલ ના કરવી આયોજીત છે. મહેતાએ કહ્યુ કે, નિર્ભયા મામલામાં દોષિત ન્યાયિક મશીનરી સાથે રમી રહ્યા છે અને દેશની ધીરજની પરીક્ષા લઇ રહ્યા છે.