દર વર્ષની જેમ, બોલીવુડ અભિનેત્રી કાજોલે આ વર્ષે પણ ખૂબ જ ઉત્સાહથી દુર્ગા પૂજાની ઉજવણી કરી. , વિજયાદશમીના અવસર પર, તે દુર્ગા પૂજા પંડાલમાં પણ જોવા મળી હતી. દુર્ગા પૂજા પંડાલમાંથી કાજોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક પુરુષ તેને અયોગ્ય રીતે સ્પર્શ કરતો જોવા મળી રહ્યો છે. કાજોલ આ વર્તનને લઇને ગુસ્સે થતી જોવા મળે છે. ફેન્સ પણ આ ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
વિજયાદશમીના દિવસે, કાજોલ સફેદ સાડી અને કપાળ પર બિંદી લગવાની ખૂબ જ સુંદર દેખાતી હતી. ઇન્સ્ટૈંન્ટ બોલીવુડે દુર્ગા પૂજા પંડાલમાંથી કાજોલનો એક વીડિયો શેર કર્યો અને તેના કેપ્શનમાં લખ્યું, "જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોકી ત્યારે કાજોલ ચોંકી ગઈ."
શું કાજોલ સાથે અભદ્ર વર્તન થયું હતું?
કાજોલના આ વાયરલ વીડિયોમાં, અભિનેત્રી સીડીઓ પરથી ઉતરતી જોવા મળે છે. એક પુરુષ તેને ખોટી રીતે સ્પર્શ કરતો જોવા મળે છે. આ જોઇને કાજોલ ચોંકી ગઈ છે અને ગુસ્સાથી જોઈ રહી છે. અભિનેત્રીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને નેટીઝન્સ દાવો કરી રહ્યા છે કે તે માણસ સુરક્ષા ગાર્ડ નહોતો અને કાજોલને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.
વાયરલ વીડિયો પર એક ફેન્સે કે લખ્યું, "આ સુરક્ષા ગાર્ડ નથી, પરંતુ એક અશ્લીલ કાકા છે." બીજા ચાહકે ટિપ્પણી કરી, ખરેખર તેમણે અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. આ અક્ષમ્ય છે, દરેક રીતે ખોટું છે. આપણે મહિલાઓ સામે આવા વર્તનને સહી ન લેવું જોઇએ"