YouTube પરથી ગાયબ થયું 'પીએમ નરેન્દ્ર મોદી'નું ટ્રેલર, જાણો શું છે કારણ
abpasmita.in | 17 Apr 2019 10:48 AM (IST)
વિવેક ઓબેરોય સ્ટાર ફિલ્મ પીએમ નેરન્દ્ર મોદીની બાયોપિક લાંબા સમયથી રિલીઝ માટે લટકી પડી છે. રિલીઝ પહેલા જ તેના પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ વિવેક ઓબેરોય સ્ટાર ફિલ્મ પીએમ નેરન્દ્ર મોદીની બાયોપિક લાંબા સમયથી રિલીઝ માટે લટકી પડી છે. રિલીઝ પહેલા જ તેના પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. સોમવારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ફિલ્મ જોઈને તેના પર સપ્તાહના અંત સુધીમાં નિર્ણય કરવા કહ્યું છે. ત્યારે ફિલ્મમેકર્સ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જણાવીએ કે, ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરને યુટ્યૂબથી હટાવવામાં આવ્યું છે. ગુગલ હોય કે યુ-ટ્યુબ ક્યાંય પણ ટ્રેલર જોવા મળતું નથી. જો તમે 'પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક' સર્ચ કરો છો તો ટોપમાં 'મોદી: જર્ની ઓફ ધ કોમન મેન' જોવા મળે છે. જો તમે યુ-ટ્યુબ પર 'પીએમ નરેન્દ્ર મોદી બાયોપિક ટ્રેલર' ટાઇપ કરશો તો રિઝલ્ટ આવશે 'આ વીડિયો ઉપલબ્ધ નથી'. 'મોદી બાયોપિક ટ્રેલર' લખીને પણ ફિલ્મનું ટ્રેલર શોધવાનો પ્રયાસ કરાયો તો ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર મળ્યું નહીં. ટ્રેલર આ રીતે ઇન્ટરનેટ પરથી ગુમ થવાનું કારણ તેની રીલિઝ પર લાગેલી રોક હોઇ શકે છે. ચૂંટણી પંચે આ ફિલ્મના રીલિઝ પર પ્રતિબંધ લગાવ્યો છે. ફિલ્મનું ટ્રેલર 12 માર્ચે રીલિઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમ મોદીના પાત્રમાં છે. આ ફિલ્મ 12 એપ્રિલે રીલિઝ થવાની હતી. તે બાદ રીલિઝ ડેટ 5 એપ્રિલ કરવામાં આવી. તમામ વિવાદો બાદ સમાચાર આવ્યા હતા કે ફિલ્મ 11 એપ્રિલે રીલિઝ થશે. આખરે ચૂંટણી પંચે ફિલ્મની રીલિઝ ડેટ પર રોક લગાવી દીધી.