નવી દિલ્હીઃ ભારત જેવા દેસમાં જ્યાં ક્રિકેટ ગલી ગલીમાં રમવામાં આવ્યા છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી પર મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સપર્ટ કોમેન્ટ આપતા રહે છે. એવામાં એ લોકોની જવાબદારી અંદાજ લગાવી શકાય છે જેમણે વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાની પસંદગી કરી છે.
ટીમની પસંદગીની જવાબદારી બીસીસીઆઈની રાષ્ટ્રીય પસંદગી સમિતિ પર હતી અને તેની આગેવાની એમએસકે પ્રસાદ ઉપરાંત સમિતિમાં દેવાંગ ગાંધી, શરણદીપ સિંહ, જતિન પરાંજપે અને ગગન ખોડા સામેલ હતા.
રસપ્રદ વાત એ છે કે વન ડેની દુનિયાની સૌથી મહત્વની ટૂર્નામેન્ટ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરનારા આ પાંચેયને વન ડે ઇન્ટરનેશનલનો વધારે અનુભવ નથી. એમએસકે પ્રસાદ એન્ડ કંપનીનો અનુભવ જોઇએ તો પાંચેયે કુલ મળીને ફક્ત 31 વન ડે મેચ રમી છે અને તેમાંથી કોઇને પણ વર્લ્ડ કપ રમવાનો અનુભવ નથી.
43 વર્ષનાં મન્નવા શ્રીકાંત પ્રસાદ પાસે 6 ટેસ્ટ અને 17 વન ડે રમવાનો અનુભવ છે. પ્રસાદે વન ડેમાં 14.55ની સરેરાશથી 131 રન બનાવ્યા છે અને તેમનો શ્રેષ્ઠ સ્કોર 63 રન રહ્યો છે.
28 Nov 1999: Devang Gandhi of India during a Portrait session, at the ''Gabba, Brisbane, Australia. Mandatory Credit: Darren England/ALLSPORT
47 વર્ષનાં દેવાંગ જયંત ગાંધીને 4 ટેસ્ટ અને 3 વન ડે રમવાનો અનુભવ છે. 3 વન ડેમાં દેવાંગની એવરેજ 16.33ની રહી અને તેમણે ફક્ત 49 રન બનાવ્યા છે. પંજાબ અમૃતસરમાં જન્મેલા શરણદીપ સિંહનું આંતરરાષ્ટ્રીય કેરિયર કંઇ ખાસ નથી. તેમને 3 ટેસ્ટ અને 5 વન ડે રમવાનો અનુભવ છે. શરણદીપે 5 વન ડે મેચોમાં 15.66ની એવરેજથી 47 રન બનાવ્યા છે.
મુંબઈનાં જતિન પરાંજપે ભારત માટે ફક્ત 4 વન ડે મેચ જ રમી શક્યા. તેઓ 28 મે 1998નાં ગ્વાલિયરમાં કેન્યા સામે પોતાની પહેલી મેચ રમ્યા હતા, પરંતુ ઇજાનાં કારણે પોતાનું કેરિયર લાંબુ ખેંચી શક્યા નહીં. ગગન ખોડાએ ઘરેલૂ ક્રિકેટમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કર્યું. 1991-92માં પોતાની પહેલી જ રણજી મેચમાં સદી ફટકારીને ખોડા ચર્ચામાં આવ્યા હતા. પ્રથમ શ્રેણીમાં 300 રનની ઇનિંગ રમનારા ખોડા આંતરરાષ્ટ્રીય કેરિયરમાં ફક્ત 2 વન ડે રમ્યા છે. ખોડાએ પોતાની પહેલી મેચ 14 મે 1998નાં રોજ બાંગ્લાદેશ સામે રમી હતી.
આ 5 લોકોએ પસંદ કરી છે World Cup માટે ટીમ ઇન્ડિયા, ખુદ રમ્યા છે ફક્ત 31 વન-ડે મેચ
abpasmita.in
Updated at:
17 Apr 2019 08:14 AM (IST)
ભારત જેવા દેસમાં જ્યાં ક્રિકેટ ગલી ગલીમાં રમવામાં આવ્યા છે. ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી પર મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સપર્ટ કોમેન્ટ આપતા રહે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -