Neeraj Chopra Biopic: 7 ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં નોંધાઇ ગયો છે. કેમ કે આ તારીખે ભારતના વીર સપૂત નીરજ ચોપડાએ (Neeraj chopra) દેશના પ્રત્યેની તે ફરજ પુરી કરી છે, જેનો પુરો કરવાનો મોકો માત્ર નસીબદારોને જ મળે છે. ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic)માં જેવલિન થ્રૉની મેચ અને ભારતની ઝોલીમાં પહેલો ગૉલ્ડ મેડલ. આજે દરેક જગ્યાએ નીરજ ચોપડા (Neeraj Chopra) શોર છે. ભારતની સરજમી પર તેનુ જોરદાર સ્વાગત એરપોર્ટથી લઇને હરિયાણામાં તેના ગામ સુધી નહીં પરંતુ આખા દેશમાં જશ્નના માહોલમાં કરાયુ. તે નીરજ ચોપડા તેની સફળતા બાદ હવે તેની બાયૉપિકની ચર્ચા થઇ રહી છે. જ્યારે નીરજ ચોપડાને પુછવામાં આવ્યુ કે તે કયા બૉલીવુડ હીરોને પોતાનો રૉલ નિભાવતા જોવા ઇચ્છે છે, તો જાણો સ્ટાર એથ્લેટે શું જવાબ આપ્યો......
ના રણવીર, ના રણબીર... તો પછી કોણ છે નીરજ ચોપડાની પસંદ?
ગૉલ્ડ જીત્યા બાદ જ્યારે નીરજ ચોપડાને ઇન્ટરવ્યૂમાં આના વિશે સવાલ કરવામાં આવ્યો કે તો તેને સ્પષ્ટ કહ્યુ કે હાલ તો માત્ર ને માત્ર તે પોતાની રમત પર ધ્યાન આપવા માંગે છે, અને બાયૉપિક વિશે હજુ તે નથી વિચારી રહ્યો. તેનુ કહેવુ હતુ કે રિટાયર થયા બાદ તેને બાયૉપિકમાં કોઇ પરેશાની નથી. પરંતુ 2018માં જ્યારે એશિયન ગેમ્સમાં નીરજ ચોપડાએ બેસ્ટ પ્રદર્શનને જોઇને જ્યારે નીરજ ચોપડાને પોતાની બાયૉપિક માટે પુછવામાં આવ્યુ ત્યારે તેને કહ્યું હતુ કે તેને અક્ષય કુમાર અને રણદીપ હુડ્ડા બન્ને જ ખુબ પસંદ છે, અને તેની બાયૉપિકમાં તે તેને જોવા માંગે છે.
ભારત પરત ફર્યા બાદ નીરજ ચોપડાનુ જોરદાર સ્વાગત-
દિલ્હી એરપોર્ટ પર ઓલિમ્પિક સ્ટાર્સના સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં પ્રશંસકો હાજર રહ્યા હતા. પત્રકારો પણ ઈન્ડિયન એથ્લીટ્સની પ્રતિક્ષા કરી રહ્યા હતા. એરપોર્ટની બહાર ઢોલ-નગારા સાથે ભારત માતાની જય-જયકારના નારા સાથે તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
દિલ્હીમાં ટોક્યો ઓલિમ્પિક મેડલ વિજેતાઓનો અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગોલ્ડ વિજેતા નીરજ ચોપરા, બ્રોન્ઝ વિજેતા પહેલવાન બજરંગ પૂનિયા, બ્રોન્ઝ જીતનારી ભારતીય પુરુષ હોકી ટીમ, બ્રોન્ઝ વિજેતા લવલીના બોરગોહેન અને સિલ્વર મડલ વિજેતા રવિ દહિયાને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કેંદ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેંદ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને કેંદ્રીય રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. ભારતીય હોકી ટીમના ચીફ કોચ ગ્રાહમ રીડ અને ઈન્ડિયન વુમન બોક્સિંગ ટીમના હેડ કોટ રાફેલ બર્ગમાસ્કોનું પણ અભિનંદન કરવામાં આવ્યું હતું.
ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન મેડલિસ્ટ-
નીરજ ચોપરા- ગોલ્ડ (ભાલા ફેંક)
રવિ દહિયા- સિલ્વર (રેસલિંગ)
મીરાબાઈ ચાનૂ- સિલ્વર (વેઇટલિફ્ટિંગ)
પીવી સિંધુ- બ્રોન્ઝ (બેડમિન્ટન)
લવલીના બોરગોહેન- બ્રોન્ઝ (બોક્સિંગ)
બજરંગ પૂનિયા- બ્રોન્ઝ (રેસલિંગ)
પુરુષ હોકી ટીમ - બ્રોન્ઝ